ધંધુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં માટીનું ધોવાણ થતા ખેતરો પાણીથી ભરાયા

796

ધંધુકાના પાદરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હાલ પાણીનો પુરો જથ્થો છોડવામાં આવ્યો છે. કેનાલમાં પાણી પુરતા પ્રમાણમાં વહી રહ્યા છે.

આ કેનાલમાં ધંધુકા બાલા હનુમાન મંદિર નજીક પાણી બાયપાસ કરવા માટે (એસ.કેપ) બનાવવામાં આવ્યું છે. જેમાથી પાણી વહી ન જાય તે માટે નર્મદા ખાતા દ્વારા માટી નાખી બંધ કરવામાં આવેલ જેથી પાણી નકામુ ન વહી ન જાય. પણ…. આ માટી પાણીના પ્રવાહના કારણે ધોવાઈ જતા એસકેપમાંથી પાણી વહેવાનું ચાલુ થઈ જતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થયાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલ શિયાળુને પણ નુકશાન થયું હતું. આ એસકેપની માટીનું ધોવાણ થયાની જાણ ધંધુકા નર્મદા કચેરીને ખેડૂતોએ કરતા નર્મદા કચેરી દ્વારા તાબડતોબ જેસીબી મીશન તથા અન્ય સાધનો કેનાલ ઉપર મોકલવામાં આવ્યા હતાં. અને માટી નાખી એસકેપમાંથી વહી જતા પાણીને અટકાવી દેવાયુ હતું. જેથી આગળ વધતું નુકશાન અટકી ગયું હતું.ે

Previous articleપાન મસાલાની દુકાન પર ચેકીંગ
Next articleપાલીતાણા મેલડી માતાના મંદિરે હવન, બટુક ભોજનનું આયોજન