રાજુલાના કુંભારીયા રોડનું જોલાપરી નદીનું તુટી ગયેલ નાળુ નવુ બનાવવાની માંગણી

777

રાજુલા કુંભારીયા માર્ગ્‌ પર આવેલ નાળું ચોમાસામાં તૂટી ગયા બાદ આ માર્ગ્‌ પર હાલ ભારે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે તાકીદે ઘટતાં પગલાં ભરવા માંગણી ઉઠી છે આ બાબતે રજુઆત કરી છે.

જાણવા મળતી વિગત રાજુલાના કુંભારીયા સુધીના માર્ગ પર આવેલ જોલાપરી નદી પર આવેલ પુલ ચોમાસામાં ભારે વરસાદથી આ પુલ તૂટી ગયો હતો. અને બાદમાં તંત્રએ થૂંકના સાંધા કર્યા હતાં.

આ બાબતે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીખાભાઈ પિંજરે જણાવ્યું હતું કે આ પુલ પરથી ૧૦ ગામોને જોડતો મુખ્ય રસ્તો હતો આ પુલ તૂટી જતા હાલ થૂંકના સાંધા કરી હાલ અડધો પુલ તૂટેલો છે અને ચાલુ છે ત્યારે આ બાબતે હાલા પારાવાર મુશ્કેલી પડી રહી છે.

Previous articleપાલીતાણા મેલડી માતાના મંદિરે હવન, બટુક ભોજનનું આયોજન
Next articleપુરતા વરસાદના અભાવે શિયાળાના પ્રારંભથી રાણપુરમાં પાણીની મોકાણ