રેનોએ સુરતમાં ૪૦૦ ક્વિડની ડિલિવરી કરી

1227

ભારતમાં પ્રથમ નંબરની યુરોપિયન ઓટોમોટિવ બ્રાન્ડ એવી રેનોએ આજે સુરતમાં ૪૦૦ રેનો ક્વિડની ડિલિવરી કરી હતી. જાણીતા હીરા વેપારી અને હરેક્રિશ્ના એક્સપોર્ટર્સના સ્થાપક તથા ચેરમેન સવજીભાઈ ધોળકિયાએ કંપનીના ટાર્ગેટ્‌સ પૂરા કરવા બદલ બોનસપેટે તથા તહેવારોની ઊજવણીના ભાગરૂપે કર્મચારીઓને ૬૦૦ કાર આપી હતી જે પૈકી ૪૦૦ કાર રેનોની ૪૦૦ ક્વિડ મોડલની હતી.

૯૮ ટકા સ્થાનિક ધોરણે નિર્માણ પામેલી રેનો ક્વિડ વડાપ્રધાનના મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈનની ફળશ્રુતિ છે. આ કાર તેના સેગમેન્ટમાં અનેક સૌપ્રથમ ફીચર્સ ઓફર કરે છે જેમાં તેની એસયુવી પ્રેરિત ડિઝાઈન, ૭ ઈંચ ટચસ્ક્રીન મીડિયા એનએવી સિસ્ટમ, રિઅર કેમેરા, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વન-ટચ લેન ચેન્જ ઈન્ડિકેટર, રેડિયો સ્પીડ ડિપેન્ડન્ટ વોલ્યુમ કંટ્રોલ અને લોડ લિમિટર સાથે પ્રો-સેન્સ સીટ બેલ્ટ પ્રિટેન્શનર જેવી ખાસિયતોનો સમાવેશ થાય છે.

૦.૮ લિટર અને ૧.૦ લિટર એસસીઈ એન્જિનનો પાવર ધરાવતી ક્વિડ ૨૦૧૮ રેન્જ અજોડ રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેથી તે વધુ સારું પર્ફોર્મન્સ અને શ્રેષ્ઠ ઈંધણ ક્ષમતા આપી શકે. કારની લંબાઈ અને પહોળાઈ પણ શ્રેષ્ઠતમ છે અને ચલાવતી વખતે દમદાર અનુભવ પૂરો પાડે છે. રેન્જના ટોપના મોડેલ્સમાં પાવર સ્ટિયરિંગ, ૩ અને ૪ સ્પીડ મેન્યુઅલ એસી, ઓઆરવીએમ પેસેન્જર સાઈડ, એન્જિન ઈમમોબિલાઈઝર, સિંગલ ડીન ઓડિયો વીથ બ્લ્યુટૂથ એન્ડ ટેલિફોની, ફ્રન્ટ સ્પીકર્સ અને ૧૨ વોટ પાવર સોકેટનો સમાવેશ થાય છે.

રેનો ક્વિડ ચાર વર્ષ  / એક લાખ કિમીની બેજોડ સ્ટાન્ડર્ડ વોરન્ટી તથા રોડ સાઈડ અસિસ્ટન્સ પૂરું પાડે છે. આ ફીચરમાં રેગ્યુલર બે વર્ષ  / ૫૦,૦૦૦ કિમીની કમ્પ્રીહેન્સિવ વોરન્ટી ઉપરાંત વધારાના બે વર્ષ  / ૫૦,૦૦૦ કિમીની એક્સટેન્ડેડ વોરન્ટીનો પણ સમાવેશ થાય છે જે ગ્રાહકને અવર્ણનીય માલિકીનો અહેસાસ કરાવે છે.

Previous articleકોંગ્રેસના અગ્રણીઓએ કડાદરા ગામની મુલાકાત લીધી
Next article૩૧ ઓક્ટો. ‘એકતા દિને’ શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય