સિંચાઇ કાંડમાં ધારાસભ્ય સાબરિયાની ધરપકડ

837

મોરબી જીલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે આજે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી સ્થાનિક એ ડીવીઝન પોલીસની ટીમે હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પૂછપરછ માટે બોલાવતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયત દ્વારા જીલ્લાના વાંકાનેર,ટંકારા હળવદ, મોરબી,માળીયા મોરબી પાંચ તાલુકા સરકારની નાની સિંચાઈ યોજના હેઠળ રૂપિયા વિસ કરોડ એકત્રીસ લાખ સિત્તેર હજાર ના ૩૩૪ કામો મંજૂર કર્યા હતા જે કામો માં મોટાપાયે ગેરરિતીની ફરિયાદ સરકારમાં કરાતા જેના પગલે આ સમગ્ર ગેરરીતિની તપાસ માટે સરકાર દ્વારા સિંચાઇ વિભાગ ગાંધીનગર દ્વારા ખાસ ૫ ટીમ તપાસ માટે મોકલવામાં આવી હતી જેમાં તપાસ ટીમો દ્વારા૪૬  કામો રેન્ડમ તપાસ કરતા તેમજ અન્ય ૫ કામો સહિત ૫૧ કામો માં ગેરરીતિ ની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં સિંચાઈ વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરતા પોલીસે આ મામલે આ મામલે પૂર્વ કાર્યપાલક ઇજનેર આ કામના કોન્ટ્રાક્ટર સહિત ચારની ધરપકડ કરી હતી આ મામલે સિંચાઈ વિભાગની ટીમ દ્વારા કરેલ તપાસમાં એક કરોડ બાર લાખ ત્રણસો ઓગણએસીની કુલ ની કુલ ૫૧ કામોમાં ગેરરીતિ બહાર આવી હતી. આ મામલે હજુ ૨૮૩ કામોની તપાસ ચાલુ છે. આ મામલે આ ગેરરીતિ માં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સી ડી કાનાણી સહિત જુદી-જુદી મંડળીઓ એ ગેરરીતિ છુપાવવા માટે અલગ-અલગ કાર્યકરો હોદેદારોને ગેરરીતિ નાણાં આપેલા નું બહાર આવતા પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ કલમનો ફરિયાદ માં ઉમેરો કરી આ કેસની તપાસ દરમિયાન જણાઇ આવેલ કે હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઈ  સાબરીયાએ આ નાની યોજનાની ગેરરીતિ બાબતે વિધાનસભા ગૃહમાં રજૂઆત નહીં કરવા પેટે ધારાસભ્ય સાબરીયા એ પોતાના મળતીયા ભરતભાઈ ગણેશીયા નામના વકીલ મારફતે ૪૦ લાખની માંગણી કરી હતી.

આ અંગે રૂપિયા ૩૫ લાખ માં ડીલનક્કી કરાઇ હતી. આ અંગે મુખ્ય આરોપી ઈજનેર કાનાણી અને જુદી-જુદી મંડળીઓ પાસેથી ૧૦  લાખ ભેગા કરી  તેમજ ધારાસભ્યને તેના મળતીયા વકીલ દ્વારા પહોંચતા કર્યા હતા.તેમજ રૂપિયા ૨૫ લાખનો ચેક પણ આપેલ છે જેને વટાવી રકમ ધારાસભ્યને પહોંચાડી દીધાં તપાસમાં ખુલ્યુ હતું .મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ કરતા મોરબી ડીવાયએસપી બન્નો જોશી એ આજે હળવદ ખાતે રહેતા ભરતભાઈ દેવજીભાઈ ગણેશીયા તેમજ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ ઉકાભાઇ સાબરીયા રહે મોરબી ૨ ધર્મ સિદ્ધિ સોસાયટી ત્રાજપર બંને ની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે આ અંગે રૂપિયા ૨૫ લાખ ના ચેક ની નકલ પણ કબજે કરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે નાની સિંચાઈ યોજના હેઠળ સરકાર ની ટીમ તપાસમાં હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમભાઈસાબરીયાએ ગેરરીતિ ની વિધાનસભા ગૃહમાં અરજી ન કરવા  ૫૦ થી ૬૦ લાખની માંગણી કરી હતી જે સોદો ૩૫ લાખ માં નક્કી થયો હતો જેના પોલીસે ફોન રેકોર્ડિંગ ૨૫ લાખનો ચેક ની નકલ સહિત પુરાવા એકત્ર કરી ધારાસભ્ય સાબરીયા અને તેના મળતિયા વકીલ ભરત ગણેશિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યની ધરપકડને પગલે મોરબી કોંગ્રેસ લડી લેવાના મૂડમાં

આજરોજ હળવદ ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ધરપકડને પગલે મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો બ્રિજેશભાઈમેરજા મોરબી  મહમદ જાવેદ પીરજાદા વાંકાનેર, લલિત  કગથરા ટંકારા સહિત કોંગી આગેવાનો કાર્યકરોએ આ ધરપકડનો વિરોધ કર્યો હતો. તેની ખોટી રીતે સંડોવણી કર્યાના આક્ષેપ કર્યા હતા. આ અંગે કાલે તારીખ ૨૯ ના રોજ સવારે ૯ વાગ્યે મોરબી એ ડિવિઝન પોલીસ મથકની પાસે મોરબી કોંગ્રેસને જિલ્લાના ત્રણેય ધારાસભ્યની આગેવાનીમાં ધરણા કરવામાં આવશે અને જરૂર પડે આ મામલે કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવશે. આ ધરણામાં ઠાકોર જ્ઞાતિના આગેવાનો પણ જોડાશે.

Previous articleઆજે ૪૭૪ કેન્દ્રો પર ૯૮ હજારથી પણ વધારે ઉમેદવારો આપશે TATની પરીક્ષા
Next articleગુસ્તાખી માફ