મેડિકલ વિદ્યાશાખામાં હિમોફિલીયાની ખામીનું ચેપ્ટર સામેલ કરવું જોઈએ – રાજયપાલ કોહલી

661

ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી. કોહલીજીને હિમોલફિલિયાથી પીડિત પરિવારની પીડાથી અવગત કરાવવા અને હિમોફિલિયાગ્રસ્ત વ્યકિતને ઉત્તમ સારવાર સરળતાથી મળતી રહે તે માટે હિમોફિલિયા પરિવાર ગુજરાત રાજયપાલને મળવા ગાંધીનગર પહોંચ્યો હતો. રાજયપાલે હિમોફિલિયા પરિવારના ગુજરાતભરમાંથી આવેલા પ્રતિનીધિઓને ખુબ જ ધ્યાનપુર્વક સાંભળ્યા અને આપણા દુઃખમાં ભાગીદાર થવાની પુરી સંવેદના બતાવી સાથો સાથ ખુબ જ ઉપયોગી સુચન કર્યુ કે મેડિકલ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હિમોફિલિયા વિશે વિસ્તૃત જાણકારી મળે એટલા માટે હિમોફિલિયાની આનુવંશિક ખામી અંગેનું આખું ચેપ્ટર એમબીબીએસના અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ.

આ આખાય પ્રોગ્રામનું આયોજન હેત સાથે જોડાયેલા પ્રો. જયેન્દ્રસિંહ જાદવે કર્યુ હતું. હિમોફિલિયા પરિવાર દ્વારા રાજયપાલનું સ્મૃતિ ચિહ્ન આપી તથા હાર પહેરાવી અભિવાદન કરાયું આ કાર્યક્રમમાં પ્રવિણસિંહ મોરી સાથે અભેસિંહ રાઠોડ, શૈલૈષભાઈ સાવલિયા, બાબુભાઈ જેબલિયા, કુમારભાઈ શાહ, દિનેશભાઈ વાધડિયા, ગિરીશભાઈ જોષી ધવલભાઈ મોદી, નિલેષભાઈ જરીવાલા, શશીકાંત પલસાણાવાળા, મનોજભાઈ ચાંપાનેરી, કવિન્દ્ર રામપુરીયા, રાજ અને મહેન્દ્રભાઈ સોની, મિતેષભાઈ પટેલ, દિપકભાઈ સૈન, મનોહરસિંહ પરમાર જોડાયા હતાં.

Previous articleસિહોરની એલ.ડી.મુનિ. હાઈસ્કુલના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો
Next articleનિંદા ન કરે પણ નિદાન કરે એ સદગુરૂ – પૂ.બાપુ