એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

811

રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુજરાત એપીએમ ટર્મિનસ પીપાવાવ પોર્ટના સહયોગ તેમજ સુદર્શન નેત્રાલય અને ગાયત્રી શક્તિપીઠ દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું સુંદર આયોજન થયું જેમાં ૩૩ર આંખના દર્દીઓની સારવારમાં ૪૦ આંખના મોતીયાના દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન સહિત અમરેલી ખાતે લઈ જવાયા.

રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે એપીએમ ટર્મિન્સ પિપાવાવ પોર્ટના સહયોગ તેમજ સંદર્શન નેત્રાલય અમરેલી તેમજ ગાયત્રી શક્તિ પીઠ દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું સુંદર આયોજન થયું જેમાં શહેર અને તાલુકાના ૩૩ર આંખના દર્દીઓએ લાભ લીધો જેમાં તમામ દર્દીઓની વિનામુલ્યે તપાસ દવા અને સારવાર ઉપરાંત ૪૦ આંખના દર્દીઓને આંખના મોતીયાના ઓપરેશનની જરૂર સુદર્શન નેત્રાલયના ખ્યાત નામ ડોકટરોને જણાતા ૪૦ દર્દીઓને વિનામુલ્યે રાજુલાથી અમરેલી સુદર્શન નેત્રાલય ખાતે લઈ જઈ ઓપરેશન કરી વિનામુલ્યે રાજુલા પરત લવાયા જેમાં સુદર્શન નેત્રાલયથી કીર્તીભાઈ ભટ્ટ, પ્રશાંત પટેલ ડોકટર તેમજ ગાયત્રી શક્તિપીઠના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ ગોરડીયા, ભરતભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહી તમામ દર્દીઓ માટે ગાયત્રી શક્તિપીઠના મહાપ્રસાદ ભોજનનું આયોજન કરેલ.

Previous articleઅલવિદા ડાયાબિટીસ શિબિરનો પ્રારંભ
Next articleશહેરમાં આજે ર૮૧ લાડકડીઓ પ્રભુતામાં પગલા પાડશે