સિંહોની સારવાર માટે ૧૦૦ કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવાશે

1189

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેટ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં સિંહના  સંવર્ધનને લઈને ચર્ચા કરવામા આવી હતી. સિંહના સંવર્ધનને લઈ વનમંત્રી ગણપત વસાવાએ મહત્વની  જાહેરાત કરી છે. સિંહના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર ૩૫૧ કરોડ રૂપિયા આપશે. સાથે જ ૧૦૦ કરોડના ખર્ચે સિંહોની  સારવાર માટે આધુનિક હોસ્પિટલ બનાવાશે. ૧૦૦ વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામા આવશે. ૮ જેટલા રેસ્ક્યુ  સેન્ટર બનાવાશે. આ ઉપરાંત ૫ નવા સફારી પાર્કને પણ મંજૂરી આપી દેવાઈ છે. રાજ્ય સરકાર દેખરેખ રાખવા  ડ્રોન પણ ખરીદશે. ગીરમાં ઘાસના મેદાનો બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.

આ બેઠકમાં વનમંત્રી ગણપત વસાવા, રાજ્યમંત્રી રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય, ધારાસભ્યો, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો જોડાયા હતા.ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ગીરમાં પણ કોર્બેટ નેશનલ પાર્કની પેટર્ન પર ઈ-ઈઅી પ્રોજેકટ અંતર્ગત રાત્રિના સમયે પણ પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે સેન્સિટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી હતી.

સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવીન ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા હતા.

Previous articleમુખ્ય સચિવની બેઠકમાં રોબોટે મુલાકાતીઓને પીવડાવ્યા ચા-પાણી
Next articleરાજુલા-સા.કુંડલા બાયપાસ રોડનું કરાયેલું ખાતમુર્હુત