સરદાર નંદી શાળાના બળદો માટે નારોલા પરિવારે ગમાણ નિર્માણ કર્યુ

805

દામનગર શહેરની નવનિર્માણ થયેલ સરદાર નંદીશાળામાં આશરો લઈ રહેલ ૨૨૫થી વધુ બળદોની સેવા નિહાળતા ધીરૂભાઈ પુનાભાઈ નારોલાએ સમસ્ત લખમણદાદા પરિવારના સભ્યોને મળી જીવદયા કરુણાનું સુંદર કાર્ય કરતી સરદાર નંદીશાળામાં બળદોનું સરસ લાલન પાલન થતું હોય તે વાત ૬૦ ધરનો વિશાળ પરિવાર ધરાવતા લખમણદાદા નારોલા પરિવારને વાત કરતાની સાથે જ ૨૨૫ બળદો માટે નંદીશાળામાં સોળ સો ફૂટના બાંધકામ સાથે ગમાણ નિર્માણ ઉપરાંત દામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બિન વારસી ગાયો માટે છેલ્લા પંદર દિવસમાં વિસથી વધુ ગાડી નીરણ મોકલી દુષ્કાળમાં આશીર્વાદ રૂપ સેવા કરાય છે દુષ્કાળના કપરા સમયમાં લખમણદાદા નારોલા પરિવારના ધીરૂભાઈ પુનાભાઈ નારોલા, રાઘવભાઈ કલ્યાણભાઈ નારોલા, ઘનશ્યામભાઈ રામભાઈ નારોલા, રાજેશભાઈ ઉકભાઈ નારોલા, સંજયભાઈ ડાયાભાઈ નારોલા, કાળુભાઇ જીવરાજભાઈ નારોલા, ઠાકરશીભાઈ કેશુભાઈ રમેશભાઈ પુનાભાઈ સહિતના પરિવારજનોની આર્થિક મદદથી સરદાર નંદીશાળાની ગમાણ નિર્માણ ઉપરાંત વતન માટે વિસથી વધુ ગાડી નિરણ એકઠી કરતા ધીરૂભાઈ નારોલાનું અબોલ જીવો માટે વંદનીય કાર્યની સર્વત્ર સરાહના કરાય રહી છે.

Previous articleધાતરવડી-રને સિંચાઈ યોજનાથી ભરવા ઉચૈયા ગ્રા.પં. દ્વારા માંગણી
Next articleરાજુલા વાવડી ગામે ભરડીયામાં ચાલતા ભારે વાહનો બંધ કરવા રજુઆત કરાઈ