રાજુલાના છતડીયા ગામે રહેતો યુવાન તુલસીશ્યામ કુંડમાં ડુબ્યો

1817

રાજુલા તાલુકાના છતડીયા ગામે રહી ઘરનું ગુજરાન ચલાવતા મુકેશભાઈનું મુળ વતન રાજુલાના ઝાંઝરડા ગામ તેના પરિવાર સાથે છતડીયા ગામે સ્થાઈ રહેતા હતા મુકેશભાઈને બે પુત્ર અને એક પુત્રી છે જે જેમાંનો મોટો પુત્ર નરેન્દ્ર મુકેશભાઈ સોચા બે દિવસ પુર્વ ચારધામની જાત્રા કરવા નિકળેલો પહેલા સત્તાધાર ત્યારબાદ જુનાગઢ, ગીરનાર પરબધામ અને ચોથા તુલસીશ્યામ ૩ ધામની પુર્ણ કરી ચોથો ધામ તુલસીશ્યામ લીધેલું જયારે આ યુવાન તુલસીશ્યામમાં આવેલા અતિ પૌરાણિક ગરમ પાણીના કુંડમાં નાવા પડતા નરેન્દ્ર મુકેશભાઈ સોચા ઉમર વર્ષ અઢારનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ છે. આ યુવાને ચારધામની જાત્રા પુર્ણ કરી ચોથા ધામમાંથી પોતાનો પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

આ બનાવની જાણ ગીર ગઢડા પોલીસ સ્ટેશનની કરતા યુવાનના મૃતદેહ દેહને ઉના સરકારી હોસ્પિટલ લઈ આવે ત્યારબાદ તેનું પીએમ કરાવી તેના પરિવારજનોને આપેલ છે. આ બનાવની વધુ તપાસ જમાદાર ડી.બી.જોષી ચલાવી રહ્યા છે.

Previous articleબાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા કવિ રમેશ પારેખનો જન્મદિન ઉજવાયો
Next articleલાઠી શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો થયેલો પ્રારંભ