ધંધુકામા શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા બાળકોની તપાસ શરૂ કરાઈ

685

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ધંધુકા – ધોલેરા વીસ્તારના નવજાત શિશુથી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, ધોરણ-૧ થી ૧રમાં અભ્યાસ કરતાં તમામ સરકારી, ખાનગી, શાળાએ જાણ જતાં, આશ્રમ શાળા, મદ્રેશા વગેરેના ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની તાલુકા કક્ષાના કાર્યક્રમની શરૂઆત ગડી પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ અર્જુનસિંહ ચુડાસમા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકરૂં ડો. સિરાજ દેસાઈ, આયુષ ડો. મહિપાલ બારડ, શાળાના આચાર્ય જયપાલસિંહ ચુડાસમા, આરોગ્ય સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, હાજર રહેલ હતાં. વધુમાં તાલીુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ જણાવ્યું કે શાળા આરોગ્ય કાર્યક્રમમાં ધંધુકા તાલુકાના ર૯૮૬૪ બાળકો અને ધોલેરા તાલુકાના ૧ર૧૮ર બાળકો બન્ને તાલુકાના થઈ ૪ર૦૪૬બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવનાર છે. દરેક શાળામાં એક વિદ્યાર્થીને બાળ ડોકટર બનાવી તે વિદ્યાર્થી દ્વારા આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવશે. તાલુકા પંચાયત ઉપપ્રમુખ અર્જુનસિંહ ચુડાસમા તાલુકાના તમામ બાળકો આરોગ્ય તપાસનો લાભ લે તે માટે તાલુકાના તમામ વાલીઓને અનુરોધ કર્યો હતો.

Previous articleલાઠી શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો થયેલો પ્રારંભ
Next articleદિકરાના મૃત્યુના આઘાતમા ‘માં’એ પણ છોડ્યા પ્રાણ