સિંચાઇનું પાણી નહીં મળતા ખેડૂતોએ અર્ધનગ્ન થઇ વિરોધ દર્શાવ્યો

593

પાટણમાં ખેડૂતોએ ફરી એક વખત સિંચાઈ માટે પાણીની માંગ ઉઠાવી છે. ખેડૂત અગ્રણી સાગર રબારી સહિત ખેડૂત આગેવાનોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો છે. સિંચાઈના પાણી માટે ૨૫ ગામના ખેડૂતો એકઠાં થયા હતા અને પંપીંગ સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. પોલીસે આવીને ખેડૂતોએ અટકાવવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બનાસકાંઠામાં થરાદના વજેગઢના ગ્રામજનોના પાણીની સમસ્યાને લઈ હાલાકીને લઇને પરેશાન થઇ ગયા હતા. છેલ્લા એક વર્ષથી પાણી નહી મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા ગ્રામજનો એકઠા થયા હતાં. રોષે ભરાયેલા ગ્રામજનોના પાણી પુરવઠાની ઓફીસ પર પહોચ્યા હતા અને પોતાના વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પાટણના ખેડૂતોએ ફરીએક વખત પાણી મામલે પોતાના વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ સ્થાનિક અગ્રણી સાગર રબારી સહિત ખેડૂત આગેવાનોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો હતો. તેમની સાથે આસપાસના ૨૫ ગામના લોકો એકઠાં થયાં હતા અને પંપીગ સ્ટેશન પર જઇને રામધૂન બોલાવી હતી.

Previous articleલોકરક્ષક દળ પેપર લીક : ૪ની ધરપકડ, ૩ સસ્પેન્ડ
Next articleરાજયપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં મહાવીર ઈન્ટરનેશનલ સ્કુલ અને યુગા રંગ કાર્યક્રમ યોજાયો