ચંદવંશી બારોટ એજયુ. ટ્રસ્ટ દ્વારા બીજો સ્નેહમિલન સમારોહ યોજાશે

558

અંજાર ખાતે ચંદવંશી બારોટ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રથી ગુજરાતભરના વહીવંચા બારોટ સમાજનું ભવ્યાતિ ભવ્ય સ્નેહમિલન તા. ૯-૧ર-ર૦૧૮ યોજાશે મુખ્ય અતિથિ રાજયમંત્રી વાસણભાઈ આહીર તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ શંભુજી રાવ તેમજ સંત શાંતીબાપુ ઉપસ્થિતિમાં મહાસંગઠન માટે રાજુલાથી ઉત્તર ગુજરાત સુધી બારોટ સમાજમાં થનગનાટ.  કચ્છ અંજાર ખાતે ચંદવંશી બારોટ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ર-જો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા. ૯-૧ર-ર૦૧૮ના રોજ કચ્છના અંજાર ખાતે યોજાશે. જેના મુખ્ય અતિથિ ગુજરાત રાજયમંત્રી વાસણભાઈ આહીરની ખાસ ઉપસ્થિતિ રહેશે. તેમજ અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ બારોટ તેમજ સંત શિરોમણી શાંતીદાસ બાપુ રાજકોટ તેમજ અનેક મહાનુભાવો વિધવિધ સંસ્થાના આગેવાનો તેમજ રાજુલાથી અમરૂભાઈ બારોટ, ધમભા બારોટ તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકાથી લઈ ઉત્તર ગુજરાતના વહીવંચા બારોટ સમાજની ઉપસ્થિતિ રહેશે. આ બાબતે સમસ્ત બારોટ સમાજ મળી બારોટ સમાજનું વિશાળ સંગઠન બાબતે અનેક ચર્ચા વિચારણા થશે અને બારોટ સમાજના ઉત્કર્ષ માટે વિધવિધ જિલ્લા તાલુકાની જવાબદારી સોંપાશે અને તે બાબતે દરેક જીલ્લા તાલુકાના બારોટ સમાજમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. અને દરેક તાલુકા જિલ્લામાં આમંત્રીત કરતા અંજાર કચ્છ બારોટ સમાજ પ્રમુખ અરવિંદભાઈ ઉપપ્રમુખ મહેશભાઈ મહામંત્રી નરેશભાઈ તેમજ હોનહાર ટ્રસ્ટી રાજભા બારોટ, જગદીશભાઈ બારોટ, હરદેવભાઈ બારોટ અને જયેશભાઈ બારોટ સહિત અંજાર કચ્છ બારોટ સમાજ તડામાર તૈયારી કરી રહ્યો છે અને રાજુલાથી લઈ સૌરાષ્ટ્ર, ગુજરાતના બારોટ સમાજમાં થનગનાટ જોવા મળી રહ્યા છે.

 

Previous articleન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં રાષ્ટ્ર કક્ષાએ પસંદગી
Next articleરાજુલાના ખ્યાતનામ પત્થર ઉદ્યોગને ૭૦ વર્ષે અપાયો ગૃહ ઉદ્યોગનો દરજજો