આગામી વાઈબ્રન્ટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિશિષ્ટ પ્રદર્શન યોજાશે

702

ભાવિ ટેકનોલોજી લોકોના જીવનને કેટલી હદે વધુ અપડેટ અને સુવિધાપૂર્ણ બનાવી શકે તે નિહાળવું હોય તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૧૯ અંતર્ગત સાયન્સ સિટી ખાતે યોજાનારું વિશાળ અને અદ્યત્તન એવું ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ વિષયક પ્રદર્શનની મુલાકાત લેવી પડે. આ બહુહેતુલક્ષી પ્રદર્શન દેશભરમાં આગવું હશે.

આ અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અમદાવાદ સાયન્સ સિટી ખાતે ભવિષ્યલક્ષી (ફ્યુચરિસ્ટીક) ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ પર યોજાયેલા પ્રદર્શનમાં વિશ્વની ખ્યાતનામ કંપનીઓ માઇક્રોસોફ્‌ટ, આઇબીએમ, ફિલીપ્સ જેવી જાણીતી ટેક કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લેશે અને તેમના દ્વારા વિકસિત કરેલા સંશોધન પ્રોજેક્ટ્‌સને રજુ કરશે. ઓરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, શહેરી ગિતિશીલતાના ઉપકરણો તેમજ લાઈફસ્ટાઈલ સંબંધિત ટેક ઉપકરણોમાં એપ્લિકેશન્સ ધરાવતી ભવિષ્યલક્ષી ટેકનોલોજી વિશે મુલાકાતીઓ માહિતી પ્રાપ્ત કરી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે સાયન્સ અને ટેકનોલોજી વિષયક યોજાનારા પ્રદર્શનમાં વાણિજ્યિક હેતુ માટે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે તેવી ટેકનોલોજીનું નિદર્શન કરાશે આ પ્રદર્શનમાંભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં વિવિધ સ્માર્ટ ગેઝેટ્‌સ, જેમ કે, ઘરના તમામ ગેઝેટ્‌સને કંટ્રોલ કરી શકે તેવા સાધનો, સેલ્ફ-ડ્રાઈવિંગ વાહનો, ફેસિયલ અને બાયો-મેટ્રીક ઓળખ પદ્ધતિ, રોબોટ્‌સ અને ડ્રૉન્સને નિદર્શનમાં રખાશે નવીન ટેકનોલોજી આપણને વાસ્તવિકતા સાથે પરિચય કરાવે છે કે, આપણે અદ્યત્તન ટેકનોલોજીની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

આ ટેકનોલોજી દુનિયાના લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે જેનો અહીં પરિચય મળશે. મુલાકાતીઓને આ પ્રદર્શનમાં નવીન અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીને અનુભવવાની તક મળશે. જેમાં માઈક્રોસોફ્‌ટ હાલો લેન્સ, આઇબીએમ વાટ્‌સન, ગૂગલ

લાઈફાઈ, એમેઝોન એલેક્સા, પાણીમાં સ્વયં ચાલે અને રીમોટની મદદથી જિંદગીને બચાવી શકાય તેવી લાઈફ સેવીંગ યુ-સેફ ટેકનોલોજી, સ્માર્ટ હોમ ઓટોમેશન, મિક્સ્ડ રિયાલિટી / ઑગમટેડ રિયાલિટી, ઈન્ડસ્ટ્રીયલ અને કસ્ટમર એપ્લિકેશનના ઉપયોગ માટે રોબોટિક, હોલોગ્રાફિક ટેક્નોલૉજી, કમ્પેનિયન રોબટ, ઈન્ડિજિનસ સ્પેસ સ્યૂટ અને સુપર કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે. પ્રદર્શન દેશની સ્પેસ ટેકનોલોજીની ક્ષમતાને ઉજાગર કરશે પ્રદર્શનમાં ૯૦૦૦ ચોરસ ફીટથી વધુ વિસ્તારમાં આવરી લેવાશે. “શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા” થીમ પર પ્રદર્શન યોજાશે

કન્સેપ્ટ ઓફ કન્ટેનર ર્ફામિંગ, અલ્ટીફર્મ મોડ્‌યુલર ઇનડોર ફાર્મ, ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ સબસ્ટિટ્યુડ ટુ પ્લાસ્ટિક, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ અસિસ્ટ્‌ન્ટ સોલ્યુશન્સ, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ બાય પેનાસોનિક, હાયપરલૂપ મોબાલિટી, સ્માર્ટ એગ્રીકલ્ચર, ઑટોમેશન ટેકનોલોજી, ફિલિપ્સ લી-ફાય, એઆઈ-હેલ્થકેર સોલ્યુશન, ડ્રૉનનો (સર્વેલન્સ એન્ડ સિક્યુરીટી) અને અન્ય ટેકનોલોજી સાયન્સ સિટી ખાતે જોવા મળશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું નિદર્શન વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતાને રોજિંદા જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં ઉચ્ચ ટેકનોલોજીની ભૂમિકા વિશે સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.

બિયોન્ડ પ્લેનેટ અર્થઃ ધ ફ્યુચર ઓફ સ્પેસ એક્સ્પ્લોરેશન ટાઈટલ પર સ્પેસ વિશેની માહિતી સાથે તૈયાર કરાયેલ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્લેનેટ અર્થ બિયોન્ડમાં ઇમર્સિવ એન્વાયર્નમેન્ટ્‌સ અને ડાયોરામાસની એક શ્રેણી છે જે આગામી ૫૦ થી ૧૦૦ વર્ષના અવકાશ સંશોધનની ઝાંખી આપે છે.

આ પ્રદર્શનના આકર્ષણના કેન્દ્રો તરીકે જે વિષયો રજૂ કરાશે તેમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી, ન્યુયોર્ક (ટ્ઠદ્બહર.ર્િખ્ત) અને ઈઝરાયલના મડાટેકઃ ઇઝરાયલ નેશનલ મ્યુઝિયમ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ સ્પેસ, હૈફાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનની મુલાકાતથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગે જાણકારી પ્રાપ્ત થશે.

આ સિવાય આ પ્રદર્શનમાં નાસાના ક્યુરિયોસિટી મંગળ રોવર, વોસ્ટૉક ૧, સ્પુટનિક ૧, મૂનબૂટ્‌સ, મૂન હેબિટેટ એક વિસ્તૃત ચંદ્ર આવાસ અને જીવન વિશેના સ્કેલ મોડેલ્સ સાથે સજ્જ કરવામાં આવશે જે ધ્યાનાકર્ષક રહેશે.

અવકાશ સંશોધનનો ઇતિહાસ અને વિજ્ઞાન આ પ્રદર્શનમાં જોવા મળશે જેમાં ૨૦ થી વધુ વૈજ્ઞાનિકના સંશોધનોનો સમાવેશ થાય છે, જેમાં રશિયન સ્પેસ ગ્લોવ, લાઈફ-સાઈઝ મોડલ, ડાયોરામા અને વિડિયોનો સમાવેશ થાય છે. ૧૭ મી જાન્યુઆરીએ સ્પેસ એક્સ્પ્લોરેશન પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે જે ૧૧ મે સુધી પ્રદર્શન ચાલુ રહેશે. સાયન્સ સિટીમાં આયોજિત આ પ્રદર્શનની મુલાકાતથી લોકો સાયન્સ એન્ડ ટેકનોલોજીના ભાવિ વિકાસને નિહાળી શકશે.

 

 

Previous articleઆદર્શ ક્રેડિટ સોસા.ફડચામાં, સેંકડો નાની ક્રેડિટ સોસાયટીઓનો પણ મૃત્યુઘંટ વાગશે
Next articleRBI બોર્ડની આજે મહત્વની બેઠક : કેટલાક મુદ્દાઓ છવાશે