કમલમ્‌ ખાતે વિજયભાઈ રૂપાણી-આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક

838

પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર થતા ભાજપ પ્રદેશ કક્ષાએ રણનીતિ માટે મંથન કર્યું. કમલમ્‌ ખાતે મુખ્યમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીના કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા જ્યારે રાફેલ મામલે સુપ્રીમના ચુકાદા બાદ કૉંગ્રેસને ઘેરવા દેશભરમાં ૭૦ સ્થળોએ વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય નેતાઓ પત્રકાર પરિષદ કરશે.

રાજ્યોના ચૂંટણીના પરિણામો બાદ કાર્યકર્તાઓને ફરી એકવાર મેદાનમાં ઉતારવા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ કક્ષાએ કાર્યક્રમો નિશ્ચિત કર્યા છે. જેમાં લોકસભા બેઠક દીઠ ક્લસ્ટર બેઠકો કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે. જ્યારે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય કારોબારીમાં પણ ૮૦૦ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જ્યાં લોકસભાની ચૂંટણી મુખ્ય મુદ્દો છે.

રાફેલ મુદ્દો મળતા ભાજપ હવે કૉંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. દેશમાં ૭૦ જગ્યાએ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુવનેશ્વર જશે જ્યારે મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્યમંત્રી અમદાવાદ સને સુરતમાં પત્રકાર પરિષદ કરશે તો રાજકોટમાં વિનય સહસ્ત્ર બુદ્ધિ પત્રકાર પરિષદ કરશે.

બીજી તરફ ૪થી જાન્યુઆરીના રોજ પ્રકાશિત થનારી ફોટા વળી મતદારોની આખરી યાદી બાદની કાર્યવાહી જ્યારે ૨૫ ડિસેમ્બરના રોજ થતા કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થઈ. લોકસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને સક્રિય કરવા ભરપૂર કસર્યક્રમો મદદરૂપ કેમ થાય છે તે જોવું રહ્યું.પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર થતા ભાજપ પ્રદેશ કક્ષાએ રણનીતિ માટે મંથન કર્યું. ૃ

કમલમ્‌ ખાતે મુખ્યમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીના કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા જ્યારે રાફેલ મામલે સુપ્રીમના ચુકાદા બાદ કૉંગ્રેસને ઘેરવા દેશભરમાં ૭૦ સ્થળોએ વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય નેતાઓ પત્રકાર પરિષદ કરશે.

રાજ્યોના ચૂંટણીના પરિણામો બાદ કાર્યકર્તાઓને ફરી એકવાર મેદાનમાં ઉતારવા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ કક્ષાએ કાર્યક્રમો નિશ્ચિત કર્યા છે. જેમાં લોકસભા બેઠક દીઠ ક્લસ્ટર બેઠકો કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે. જ્યારે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય કારોબારીમાં પણ ૮૦૦ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જ્યાં લોકસભાની ચૂંટણી મુખ્ય મુદ્દો છે.

રાફેલ મુદ્દો મળતા ભાજપ હવે કૉંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. દેશમાં ૭૦ જગ્યાએ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુવનેશ્વર જશે જ્યારે મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્યમંત્રી અમદાવાદ સને સુરતમાં પત્રકાર પરિષદ કરશે તો રાજકોટમાં વિનય સહસ્ત્ર બુદ્ધિ પત્રકાર પરિષદ કરશે.

Previous articleવાયબ્રન્ટમાં પ૦ હજાર પાઉન્ડના ખર્ચ પછી પરિણામ ન મળતા યુકે આઉટ થયુ
Next articleકર્ણાટકની ફેક્ટ્રીમાં બોઇલર ફાટતા છના મોત