કર્ણાટકની ફેક્ટ્રીમાં બોઇલર ફાટતા છના મોત

563

કર્ણાટકના બગલકોટમાં ફેક્ટ્રીમાં બોઇલર ફાટતા મોટી દુર્ઘટના થઇ છે. મુધોલમાં સ્થિત ખાંડ ફેક્ટરીમાં બોઇલર ફાટતા ઓછામાં ઓછા છ લોકોના મોત થઇ ગયા હતા અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. રાજ્યના બગલકોટ જિલ્લામાં મુધોલ નજીક નિરાની સુગર લિમિટેડમાં બોઇલર ફાટવાની ઘટના બની હતી. આ બનાવના કારણે મિલમાં કામ કરી રહેલા મજુરોને અસર થઇ હતી. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. પાંચ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. બોઇલરમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ ગઈ હતી.

આ મિલ ભાજપના ધારાસભ્ય મુરુગેસ નિરાની, તેમના ભાવ સંગામેશ અને હનુમંથાની હોવાનું જાણવા મળ્યું છે. આ ફેક્ટરીમાં ૧૦૦૦ લોકો કામ કરી રહ્યા છે.

Previous articleકમલમ્‌ ખાતે વિજયભાઈ રૂપાણી-આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક
Next articleદિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી