દિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી

562

પાટનગર દિલ્હીમાં  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની આજે છઠ્ઠી વરસી હતી. છઠ્ઠી વરસીના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આજે પણ યોજાયા હતા. નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે તે પ્રશ્ન હજુ પણ અકબંધ રહ્યો છે. નિર્ભયાના પિતાનું કહેવું છે કે, રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યા બાદ હજુ સુધી ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી નથી. સાથે સાથે દયાની અરજી પણ દાખળ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આ તથ્યને લઇને તેઓ અંધારામાં છે કે, આખરે નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે. નિર્ભયાની માતાનું કહેવું છે કે, અપરાધીઓ આજે પણ જીવિત છે જે કાયદા અને વ્યવસ્થાની એક હાર સમાન છે. યુવતીઓ કોઇપણ નબળી નથી તે અમે કહેવા માંગીએ છીએ.

આ વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી તી. ૪થી મેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.ઠ્‌ આ બનાવની વરસીના દિવસે આ દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. તમામ લોકોના દિલોદિમાંગ ઉપર આ કમનસીબ રાત્રીની યાદ જ્યારે પણ વરસી આવશે ત્યારે દર વર્ષે તાજી થશે પરંતુ એ બનાવ બાદ દેશમાં જે સળગતા પ્રશ્નો ઉઠ્યા હતા તે પ્રશ્નોને સંપૂર્ણપણે હજુ સુધી હાથ ધરી શકાયા નથી. આ પ્રશ્નોને તરત હાથ ધરીને મહિલાઓની સુરક્ષાને વધારી દેવામાં આવે તે જરૂરી છે.  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. નિર્ભયા ગેંગરેપ કેસની છઠ્ઠી વરસીના  દિવસે આજે તમામ લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ બનાવ બાદ અને કાયદાઓ વધુ કઠોર કરવામાં આવ્યા બાદ મામલાઓ અટક્યા છે કે કેમ. સમગ્ર દેશના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો વધુ ઘટનાઓ સપાટી ઉપર આવી છે. દિલ્હીમાં નિર્ભયા રેપ કેસના કારણે ઘણા અપરાધીઓને યોગ્ય સજા મળી છે. આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે.  મળી છે.

પુત્રી માટે ન્યાય મેળવવામાં નિષ્ફળતા : આશાદેવી

છ વર્ષ પહેલા રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશભરને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ કેસની આજે છઠ્ઠી વરસી છે. આ વિતેલા વર્ષોમાં મહિલાઓની સુરક્ષા પાસા સાથે સંબંધિત સ્થિતી બદલાઇ ગઇ છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. દોષિતોને પુરતી સજા મળવા માટેના કાયદા  બની ગયા છે કે કેમ તેની પણ ચર્ચા છે. આ દરમિયાન નિર્ભયાની માતાએ જે કહ્યુ હતુ કે છ વર્ષ વિતી ગયા હોવા છતાં તે ન્યાય મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. આજે છઠ્ઠી વરસીએ નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, નિર્ભયાના અપરાધી આજે જીવિત છે જે કાનૂનની હાર છે.

તમામ યુવતીઓને તેઓ કહેવા માંગે છે કે તેઓ નબળી નથી. અપરાધીઓના મનમાં કોઇ દહેશત હજુ પણ નથી. આજે પણ વરસીના દિવસે જ પાટનગરમાં ચાલતી કારમાં રેપની ઘટના સપાટી પર આવી છે.

ગેંગરેપ કેસની ચોથી વરસી પર ભોગ બનેલી યુવતિના માતાપિતા આજે નિરાશ થયેલા છે. માતાપિતાએ કહ્યુ છે કે અમે નિષ્ફળ સાબિત થયા છીએ. પુત્રી માટે ન્યાય મેળવવામાં અમે ફિલોપ રહ્યા છીએ. ન્યાય માટેની હવે કોઇ આશા દેખાતી નથી. નિરાશ થયેલા ભોગ બનેલી યુવતિના પિતાએ કહ્યુ છે કે દરરોજ યાદ વધુને વધુ તાજી બનતી જાય છે. પુત્રી માટે ન્યાય પણ અમે મેળવી શક્યા નથી. પિતાના કહેવા મુજબ બનાવને છ  વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ ચાર અપરાધીને હજુ સુધી ફાંસી મળી નથી. યુવતિના પિતાએ કહ્યુ છે કે અમે નાના લોકો છીએ. અમારી વાત કોણ સાંભળશે. છેલ્લા છ વર્ષથી અમે ન્યાયની આશામાં દરેક દરવાજા પર જઇ રહ્યા છીએ. જો કે તે સફળતા મળી રહી નથી.  પાટનગર દિલ્હીમાં ગુનાઓના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ આ સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી ગૃહમંત્રાલયના સ્ટીકર લાગેલી કાર પણ મળી આવેલી છે.

Previous articleકર્ણાટકની ફેક્ટ્રીમાં બોઇલર ફાટતા છના મોત
Next articleકાશ્મીર : કટ્ટરપંથીઓના બંધ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ રહી