ખેડૂતોની મહાપંચાયતમાં મોદી વિરૂદ્ધ નારેબાજી

115

ભાજપે કહ્યું ભટકી ગયું આંદોલન : આયોજન સ્થળ પર ભારે ભીડથી ગદગદ રાકેશ ટિકૈત એકવાર ફરી આંદોલન તેજ કરવાની ચેતાવણી આપી છે
નવી દિલ્હી,તા.૫
દેશના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન થયું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જોરદાર નારેબાજી થઇ. આ દરમિયાન યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ નિશાન બનાવવામાં આવી. શહેરના જીઆઈસી મેદાનમાં લાગેલા જમાવડામાં ઘણા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ હાજર છે. આયોજન સ્થળ પર ભારે ભીડથી ગદગદ રાકેશ ટિકૈત એકવાર ફરી આંદોલન તેજ કરવાની ચેતાવણી આપી છે. તો બીજી તરફ ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈત સહિત અનેક ખાપોના ચૌધરી પંચાયત સ્થળ પર હાજર રહ્યા. તો બીજી તરફ બીજેપીનું કહેવું છે કે ખેડૂત આંદોલન ભટકી ગયું છે. પશ્વિમી ઉત્તર પ્રદેશમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ના ફક્ત ખેતી-કિસાની નહી પરંતુ ખાનગીકરણ, બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર વિરૂદ્દ આંદોલનનું આહવાન કર્યું. ટિકૈતે કહ્યું કે અડિયલ સરકારે ઝુકાવવા માટે વોટની જરૂર છે. રાકેશ ટિકૈતે કહ્યું કે ’દેશ બચશે, ત્યારે સંવિધાન બચશે. સરકારે રેલ, તેલ અને એરપોર્ટ વેચી દિધા છે.કોણે સરકારને હક આપ્યો. આ વિજળી વેચશે અને પ્રાઇવેટ કરશે. રોડ વેચશે અને રસ્તા પર ચાલનાર આપણા લોકો પાસે ટેક્સ પણ વસૂલશે. ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતએ દિલ્હી બોર્ડર પર ખેડૂતોને લઇને પણ વાત કહી. તેમણે કહ્યું કે ભલે ત્યાં અમારી કબર બની જાય, પરંતુ અમે ત્યાંથી જઇ શું નહી. તેમણે કહ્યું કે અમે તમારી પાસેથી વચન લઇને જઇએ છીએ જો ત્યાં પણ અમારી કબર બનશે તો પણ અમે મોરચો છોડશું નહી. જીત્યા વિના પરત જઇશું નહી. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આ ખેડૂતોની સંખ્યા મોટી મહાપંચાયત છે. તો બીજી તરફ ભાજપે પીએમ મોદી અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પંચાયતમાં નારેબાજી ખોટી ગણાવતાં કહ્યું કે આંદોલન ભટકી ગયું છે.

Previous articleએપ્રિલ-જૂનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસ પરના ટેક્સનું કલેક્શન ૪૮ ટકા વધ્યું
Next articleદેશના વિકાસમાં ઇન્ફોસિસની અગત્યની ભૂમિકા રહેલી છે