રામ મંદિર ભાજપનો ચુંટણી મુદ્દો ક્યારેય હતો નહીં કે રહેશે નહીંઃ મનોહરલાલ ખટ્ટર

690

રામ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગેના નારાના સહકારથી ગુજરાતથી દિલ્હીની ગાદી સુધી પહોંચેલા ભાજપના તેવર મંદિર મુદ્દે હવે બદલાતા નજરે પડે છે. દર ચુંટણી વખતે ભાજપના સહયોગી સંસ્થા રામ મંદિરનો મુદ્દો ઉચકે છે પણ ભાજપ હવે રામ મંદિર મુદ્દે હાથ ખંખેરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરત આવેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહલલાલ ખટ્ટરે એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રામ મંદિર ભાજપનો ચુંટણી મુદ્દો ક્યારેય હતો નહીં કે રહેશે નહીં. આ ઉપરાંત ખેડુત મુદ્દે એવું કહ્યું હતું કે ખેડુતો જેટલા પૈસા આવે કે ખર્ચી નાંખવાની આદત છે.

રાફેલ મુદ્દે કોંગ્રેસે કરેલા આક્ષેપ સામે ખુલાસો કરવા દેશભરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાંથી એક પત્રકાર પરિષદ સુરતમાં પણ યોજાઈ હતી. સુરતની પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આવ્યા હતા. જ્યારે પણ ચુંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો બહાર આવે છે તો મંદિર ક્યારે બનાવશો કોઈ તારીખ ખરી? આ પ્રશ્નના જવાબમાં ખટ્ટરે સ્પષ્ટ કહી દીધુ હતું કે, રામ મંદિર સરકારનો મુદ્દો છે જ નહીં.

ચુંટણીમાં ક્યારેય પણ રામ મંદિરનો મુદ્દો રહ્યો નથી કે રહેશે પણ નહી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ હરિયાણામાં પણ ખેડુતોના દેવા માફી થશે? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, અમે ઝીરો ટકા વ્યાજ સાથે લોન આપીએ છીએ અને ખેડુત સમૃદ્ધ થાય તેવી કામગીરી કરીએ છીએ. જોકે, ખેડુતોની પાસે જેટલા પૈસા હોય તેટલા ખર્ચી નાંખવાની આદત છે તેવી પણ વાત તેઓએ કરી હતી. તેમણે વધુમાં કહ્યુ હતું, ખેડુતોનો વિકાસ થાય તે માટે ભાજપ સરકાર યોગ્ય રીતે કામગીરી કરી રહી છે.

 

Previous articleરાજ્યમાં કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનુ યથાવત
Next articleસુરેન્દ્રનગરમાં ભૂકંપનાં ૫ આંચકા અનુભવતા ફફડાટ