વાયબ્રન્ટ વખતે ૪૦ જેટલા મોબાઈલ ટોયલેટ મુકવા નિર્ણય

626

જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં મહાપાલિકાની જવાબદારી સ્વચ્છતા જાળવી રાખવાની નક્કી કરવામાં આવી છે. ત્યારે જ્યાં લાખોની સંખ્યામાં લોકોની અવર જવર રહેવાની છે. તેવા મેગા એક્ઝિબીશન સેન્ટરના ૩. ૧૫ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ખુણેખુણાની વાળી ચોળીને સફાઇ કરવાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર કચેરીના સુત્રોએ જણાવ્યું કે ૧૮ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો પાટનગરના મહેમાન બનવાના હોવાથી અને પ્રદર્શની ખુલ્લી મુકાવાની હોવાથી જાહેરમાં થતી માનવીય ગંદકી રોકવા માટે ૪૦ સ્થળે મોબાઇલ ટોઇલેટ મુકવામાં આવશે.

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરમાં દરરોજ ૫ હજાર જેટલા વાહનોની અવર જવર રહેવાની ધારણા રાખવામાં આવી છે. અને મહાત્મા મંદિર આસપાસના સેક્ટરોના ખુલ્લા મેદાનોમાં કુલ મળીને ૧૫ ર્પાકિંગ પ્લેસ ઉભા કરવાનો નિર્ણય લેવાયો છે.

આ દરેક ર્પાકિંગ પ્લેસમાં મોબાઇલ ટોઇલેટ વાન મૂકવામાં આવશે. આ ઉપરાંત તમામ જાહેર સ્થળોએ અને ઝુંપડપટ્ટી તથા છાપરાના વિસ્તારોમાં વધારાના મોબાઇલ ટોઇલેટ ગોઠવી દેવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે મહાપાલિકા પાસે આજની સ્થિતિએ ૩૦ મોબાઇલ ટોઇલેટ ઉપલબ્ધ છે. તેમાના ૧૦ આરટીઓમાં પાસિંગના તબક્કે છે. આ ઉપરાંત નવા ૧૦ મોબાઇલ ટોઇલેટ જાન્યુઆરીની ૫મી તારીખ પહેલા તૈયાર કરી દેવામાં આવશે.

Previous articleપાલનપુર બસ પોર્ટનું ગેરકાયદે વાણિજ્ય બાંધકામ તોડી નાખવા ટ્રીબ્યુનલનો આદેશ
Next articleભાજપ પ્રવક્તા ભરત પંડ્‌યાને હળવો હૃદયનો હુમલો, તબિયત સ્થિર