સૂરતમાં ૨૪ કલાકમાં દારૂની બે મહેફિલો ઝડપાતા ચકચાર, ૨૧ મહિલાની ધરપકડ

522

ગુજરાતમાં દારૂબંધીના નિયમોની હાંસી ઉડાડતી ઘટના બહાર આવી છે, સૂરતમાં ૨૪ કલાકની અંદરમાં જ દારૂની બે મહેફિલો પકડાઇ છે. પરંતુ મહત્વની વાત એ છે કે,  એક જ શહેરમાં ૨૪ કલાકની અંદરમાં બે જગ્યા પરથી દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર મચી છે. પીપલોદ વિસ્તારમાંથી પકડાયેલી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસે ૨૧ મહિલાઓની ધરપકડ કરી છે. જ્યારે અઠવાલાઇન્સ પોલીસે અન્ય એક દારુ પાર્ટીમાંથી  ૬ મહિલા અને ૮ પુરુષોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશને લઇ ગયાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ અન્ય એક ઘટનામાં સૂરતના પોષ વિસ્તાર ગણાતા પીપલોદમાં ઓયસ્ટર હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલ માણતી મહિલાઓ પૈકી ૨૧ મહિલાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. તેમના દેખાવ પ્રમાણે પરથી લાગે છે કે તેઓ ઉચ્ચ વર્ગની મહિલાઓ છે. કીટીપાર્ટીની આડમાં મહેફિલ કરતી ખાનદાન ઘરની મહિલાઓએ ફેસબૂક ઉપર લાઇવ કરતાં સમગ્ર મામલે પોલીસ કમિશનરને ફરિયાદ થઇ હતી. હવે પ્રશ્ન એ થાય છે કે ઉચ્ચ વર્ગની મહિલાઓ હોવાથી શું તેમની અટકાયત ન થઈ શકે? પોલીસે પકડી પાડેલી તમામ મહિલાઓ બિલ્ડર, કાપડ વેપારી, હીરા વેપારીના પરિવારની હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.

Previous articleખાનગી શાળાઓએ મંજૂર ફી નોટિસ બોર્ડ પર મુકવી પડશે
Next article‘મેરા બુથ સબસે મજબૂત’ઃ ભાજપ મહિલા મોરચામાં પીએમ મોદીએ આપ્યું નવું સૂત્ર