ફાજલ જમીન મૂળ ખેડુતો માલિકોને સોંપવા કિસાન મંડળની માંગણી

921

પાટનગરની સ્થાપના માટે મુળ નિવાસી ખેડૂતો પાસેથી પાણીના મુલ આપીને જમીન સંપાદિત કરવામાં આવી હતી. હવે સરકાર દ્વારા હેતુ ભંગ કરીને પ્રાઇવેટ કંપનીઓને ફાજલ રહેલી જમીન આપવામાં આવી રહી છે. ત્યારે આવી ફાજલ રહેલી જમીનો મુળ માલિક ખેડૂતોને પરત કરવા રાજધાની કિસાન મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને આ મુદ્દે લખાયેલા પત્રથી માગણી કરાઇ છે કે, જમીન ગુમાવીને અસરગ્રસ્ત બનેલા ગાંધીનગરના ખેડૂતો મળવા માગતા હોવા છતાં નાયબ મુખ્યમંત્રી સમય આપતા નથી. ત્યારે આ મુદ્દે વગર પરવાનગીએ સચિવાલયમાં પ્રવેશ કરતા ખેડૂતો અચકાવાના નથી. ઉપરાંત સરકાર અસરગ્રસ્ત ખેડૂતોની વાત કાને નહીં ધરે તો આગામી દિવસોમાં સરકારના દરેક કાર્યક્રમના સ્થળે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કરાશે.

Previous articleકમુરતા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમાની રકમ આપી દેવા સરકારની જાહેરાત
Next articleપ્રતિભા એકેડેમી દ્વારા ગાંધીનગર ઈન્ટર સ્કૂલ આર્ચરી કોમ્પીટીશન-૨૦૧૮નું આયોજન સંપન્ન