ુધારાસભ્યના ફંડમાંથી જાહેર સ્થળોએ CCTV લગાવી શકાશે

667

ગુજરાતમાં જાહેરસ્થળોએ સુરક્ષા અને સલામતી વ્યવસ્થા વધુ સુદ્‌ઢ બનાવવાના હેતુથી વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવી શકાશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

ગુજરાતના મહાનગરોમાં તેમજ મહાનગરપાલિકા વિસ્તારની હદમાં નાગરિકોની  સલામતી અને સુરક્ષા માટે, ગુનાહિત પ્રવૃતિઓ કાબૂમાં રાખવા અને ક્રાઇમ ડિટેક્શનના હેતુથી જ્યાં પોલિસ ખાતાનો અભિપ્રાય થતો હોય તેવાં જાહેર રસ્તાઓ, જાહેર સ્થળોએ તેમજ ખાનગી અને જાહેર સોસાયટી, ફ્‌લેટ, રો-હાઉસ, પોળ વગેરે સ્થળોએ સીસીટીવી પ્રોજેક્ટનું કંટ્રોલ યુનિટ પોલિસ કંટ્રોલ રૂમ અથવા પોલિસ સ્ટેશનમાં રાખવામાં આવે અને પ્રોજેક્ટ અમલીકરણ કચેરી તરીકે ગૃહ વિભાગ હેઠળની કોઇ કચેરી રાખવામાં આવે તે શરતે સીસીટીવી પ્રોજેક્ટની સંપૂર્ણ રકમ સ્થાનિક અગત્યતા ધરાવતા સામૂહિક વિકાસ કામોની ગ્રાન્ટમાંથી હાથ ધરવાના કાર્યક્રમો અંતર્ગત ધારાસભ્ય ફંડમાંથી, યોજનાની અન્ય શરતોને આધીન રહીને મંજૂર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ફંડ હેઠળ મંજૂર કરવામાં આવતા કામો અંગેની અન્ય શરતો યથાવત રહેશે તેમ સામાન્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Previous articleમેયરની ચૂંટણીનો વિવાદાસ્પદ મુદ્દો હાઇકોર્ટમાં તારીખ ૧૦મી પર ઠેલાયો
Next articleવેલી ઓફ ફ્લાવર્સ ખાતે ફ્લાવર શોને ૨૦ ફેબ્રુઆરી સુધી લંબાવાયો