રાજુલામાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

665

રાજુલા શહેરમાં શહેરી કક્ષાનો સેવાસેતુ યોજાયો હતો. જેમાં લોકો અરજદારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેવાસેતુમાં આવક જાતિ દાખલા વિધવા સહાય સહિતના દાખલાઓના સ્થળ પર નિકાલ કરાયો હતો. તેમજ બીપીએલ લાભાર્થીઓને ગેસ કનેકશન ભગીરથભાઈ દ્વારા મા વાત્સલ્યકાર્ડ તેમજ આંગણવાડી, જીઈબી, વન વિભાગ સહિતના અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીના તમામ વિભાગ આ ભવ્ય્‌ સેવાસેતુ કાર્યક્રમમાં  મામલતદાર ચૌહાણ, ચીફ ઓફીસર ઉદયભાઈ નહીત, નાયબ મામલતદાર વાળાભાઈ ગીતાબહેન સાથે નગરપાલિકાના કીરીટભાઈ સહિત તમામ સ્ટાફે ખુબજ સેવા બજાવી અરજદારોની કુલ ૧૦૦ અરજીઓનો  સ્થળ પર જ નિકાલ કરાતા શહેરીજનોમાં ખુશીએ માટે કે દરરોજ અલગ અલગ કચેરીઓમાં જનતાને ધક્કા થતા હોય આ સેવાસેતુથી એક સાથે તમામ કચેરીઓનો સ્ટાફ હાજર રહી સેવાસેતુ કાર્યક્રમની જનતામાં સારી નોંધ લેવાઈ છે.

Previous articleજાફરાબાદ ખાતે સંદર્ભ સેવા કેમ્પ યોજાયો
Next articleસાંસદ ભારતીબેને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લોકસભામાં કરેલી ચર્ચા