ડુંગર ગામે સરપંચની ઉપસ્થિતિમાં મળેલી ગ્રામસભામાં પ્રશ્નોની રજૂઆત

692

ગત દિવસોમાં બહિષ્કાર થયેલ રાજુલા તાલુકાના ડુંગર ગામની ગ્રામસભા સરપંચના અધ્યક્ષસ્થાને મળી જેનું સંચાલન અધ્યક્ષકની સંમતિથી શુકલભાઈ બલદાણીયાએ કરેલ. તલાટી મંત્રી પંડ્યા, જાની પ્રશ્નોનું સંકલન કરેલ. જેમાં ગામ વચ્ચેથી પસાર થતી ઈલેવન લાઈન ફેરવવા અંગે પીજીવીસીએલના કર્મચારીએ નિકાલમાં હૈયાધારણા આપી ઠરાવ આપવા જણાવેલ. રેલ્વે સ્ટેશનના પાણી પ્રશ્ને અંગે પાણી પુરવઠા ગેરહાજર રહેલ. માર્ગ મકાન વિભાગના પ્રશ્ન અંગે પણ ઠરાવ થયેલ. મુખ્ય પ્રશ્ન ગરીબ પરિવારના રેશનકાર્ડમાં મળતા ઘઉ ચોખાનો જથ્થો મળતો બંધ થયેલ તેમજ ભુતિયા કાર્ડને બધુ મળે છે. હાલ ચાલુ આવા કાર્ડની યાદી માંગવામાં આવેલ અને અલગ પાસ, નવા પાસ વિગેરે માટે મામલતદાર કચેરી ફોર્મ ભરવા જણાવવામાં આવેલ.

પંચાયતમાં મંજુર થયેલ તમામ દરેક વોર્ડમાં ઓછામાં ઓછુ એક કામ કરવા અને ફેબ્રુઆરીના અંત સુધીમાં રેતીની રોયલ્ટી મંજુર થયેલ. કામ ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે આગામી દસ દિવસમાં શરૂ થશે. જુના પંચાયતના કામમાં પ્લીન્થમાં તિરાડો પડેલ હોવાથી ત્યાં બિલ્ડીંગ ઉભુ કરવું જોખમકારક હોવાનું નક્કી થયેલ. જેની નવું પંચાયતઘર મંજુર થયે કમ કરવામાં આવશે. એસ.ટી. બસ અંગેના પ્રશ્ને પણ ચર્ચા થયેલ અને વિભાગમાં ઠરાવ આપવા નક્કી થયેલ. નિયમન નહીં પુલની આંગણવાડી નિયમિત કરવા તથા બાળકો અને વાલીની યાદી આપવા જણાવાયું. ગૌચરમાં થયેલ દબાણો, ઠરાવો અંગે ચર્ચા થયેલ. ગૌચરમાંથી પંચાયત જગ્યા ફાળવી ન શકે તે અંગે પણ ચર્ચા થયેલ. નિયમિત વેરા વસુલાત ભરતા ઉપર કાયદાકીય પગલા લેવા તથા સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનની પણ ચર્ચા થયેલ અને પ્રધાનમંત્રી આવાસના નવા સર્વે અંગે ચર્ચા કરી તમામ પ્રશ્ન લગત વિભાગને મોકલી, ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાનું પણ ગ્રામસભામાં સર્વાનુમતે નક્કી થયાનું જણાવેલ.

Previous articleરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ સપ્તાહનું તક્ષશીલા ખાતે સમાપન
Next articleઅપહરણના ગુનામાં દાયકાથી ફરાર આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો