જાફરાબાદ તાલુકાના ખેડુતોને પાક ધોવાણની સહાય મંજુર

574

જાફરાબાદ તાલુકાના ખેડુતોના પાક ધોવાણ સહાય રાજય સરકારે  મંજુર કરી પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી થાંભલે ધારાસભ્ય પદે ન હોય પણ જાફરાબાદ રાજુલા, ખાંભાની તમામ જનતા ખેડુતો સહિતની આઠે પહોર ચીન્તા કરતા હોય તેવો ખેડુત લક્ષી દાખલો બેસાડયો ઘણા સમયથી જાફરાબાદ તાલુકાના ખેડુતો સરકારમાં આગેવાનો દ્વારા ખુબ રજુઆતો કરેલ પણ કોઈ પાક ધોવાણ બાબતે કાર્યવાહીના એંધાણ ન દેખાતા આખરે પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી જે પ્રદેશ ભાજપ કોર કમિટિમાં હોય અને રાજય સરકારમાં જાફરાબાદ તાલુકો જિલ્લાભરમાં એકદમ પછાત હોય તેમાં ગત ચોમાસામાં વરસાદ ન થતા ખેડુતોનો પાક નિષ્ફળ જતા ખેડુતો ભો ભેગા થઈ ગયાની અસરકારક રાજય સરકારમાં રજુઆત કરતા રાજય સરકારે જાફરાબાદ તાલુકાના તમામ ખાતેદાર ખેડુતો માટે કુલ રૂપિયા ૪ કરોડ, ૭૩, લાખ ર૯ હજાર ૮૭૭ રૂપિયા મંજુર કરેલ જેનુ તાલુકા વિકાસ અધિકારી કે.પી.વાઢેર તેમજ જમીન ખેતીવાડી વિભાગના અધિકારી હિતેશભાઈ જોષીના નિવેદન લેતા પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટને જણાવેલ કે પીયત વાળા ખેડુત ખાતેદારના પાક ધોવાણને સહાય બાબતે ર હેકટર દીઠ ર૭ હજાર અને બીન પિયત ખેડુતોને ર હેકટર દીઠ ૧૩,૬૦૦ના દરેક ખેડુતોના ખાતામાં નાંખવા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ચેક નિકળ્યા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.  જે કાલથી બે દિવસમાં  તમામ જાફરાબાદ તાલુકાના ખેડુતોને સર્વે થયા મુજબ થયેલ નુકશાની હેકટર કે તેનાથી ઓછી હશે તો નુકશાની મુજબની સહાયો નક્કી થયા મુજબની ચેકો દરેક ખાતેદાર ખેડુતોના ખાતામાં નાખવાની પ્રક્રિયા આજે શરૂ કરાતા તમામ ખેડુતોએ હીરાભાઈ સોલંકીને બીરદાવ્યા હતાં.ે તેમ જાફરાબાદ તાલુકા કચેરી દ્વારા જણાવાયું છે.

Previous articleગુજરાત સ્ટેટ વાડો કાઈ કરાટે સ્પર્ધામાં ભાવનગરનો દબદબો
Next articleર૯ સેપકટેકરાવ નેશનલ ચેમ્પીયનશીપમાં તક્ષશીલાના પાંચ સભ્યોની થયેલ પસંદગી