લેન્ડ રેકોર્ડ ઓફિસના લાઈસન્સી સર્વેયર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

566

ડિસ્ટ્રિક્ટ ઈન્સપેક્ટર લેન્ડ રેકોર્ડ (ડ્ઢૈંન્ઇ) ઓફિસના લાઇસન્સી સર્વેયરને રૂ. ૨૦ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્‌યો છે. જમીન રી સર્વે કરાવવા માટે ફરિયાદીએ વાંધા અરજી આપી હતી. અરજીના કામે ઝડપથી કાર્યવાહી કરવા સર્વેયરે લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીની માણસા તાલુકાના બોરુ ગામની સીમમાં આવેલ પોતાની ખેતીની જમીનમાં કબજો ફેરફાર સુધારો કરવા માટે ગાંધીનગર ખાતે ડ્ઢૈંન્ઇની કચેરીમાં જમીન રિ-સર્વે કરાવવા વાંધા અરજી આપી હતી. લાઇસન્સી સર્વેયર અમરીશ પટેલે અરજીના કામે ઝડપથી કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા ૨૦ હજારની લાંચની માંગી હતી.

Previous articleગુજરાતની એકમાત્ર મર્ચન્ટ નેવી એકેડમીનો પહેલો પદવીદાન સમારોહ
Next articleપોસ્ટ વિભાગે પણ ઇ-કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું લોકો હવે ઓનલાઈન ખરીદી કરી શકશે