પોસ્ટ વિભાગે પણ ઇ-કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું લોકો હવે ઓનલાઈન ખરીદી કરી શકશે

599

ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે પોસ્ટ વિભાગે પણ લોકોને ઓનલાઈન ખરીદીની સુવિધા મળી રહે તે માટે ઇ કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી ગ્રામીણ કારીગરો, એનજીઓ, મહિલા ઉદ્યમી, સરકારી સંસ્થાઓ તેમજ અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદિત માલસામાનનું દેશભરમાં ઓનલાઈન વેચાણ થઈ શકશે. પોસ્ટ વિભાગના ઇ કોમર્સ પોર્ટલની મદદથી ઓનલાઈન વેચાણ કરવા માંગતા લોકોએ પોસ્ટ વિભાગ સાથે એમઓયુ કરવા પડશે. ત્યાર બાદ આ પોર્ટલની મદદથી મળેલા ઓર્ડરની વસ્તુઓનું સ્પીડ પોસ્ટની મદદથી ઝડપી જે તે સ્થળે ઝડપી ડિલિવરી કરાશે.

બેંકની જેમ હવે પોસ્ટ વિભાગના ખાતેદારોને પણ નેટ બેંકિંગની સુવિધા મળશે. પોસ્ટ વિભાગના ખાતેદારોને હવે પોસ્ટ ઓફિસમાં ગયા વગર જ નાણાકીય વ્યવહારો કરવાની સુવિધા મળશે. અમદાવાદની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં પણ નેટ બેંકિંગની સુવિધા શરૂ કરાઈ છે. આ સુવિધા શરૂ થતાં અમદાવાદના એક લાખથી વધુ ખાતેદારો નેટ બેંકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે.નેટ બેંકિંગ સુવિધા શરૂ થયા બાદ કોઈ પણ ખાતેદાર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના નાણાંમાંથી રિકરિંગ ડિપોઝિટ, પીપીએફ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકશે તેમજ નાણાં ઉપાડી પણ શકશે.

નેટ બેન્કિંગ સુવિધાનો લાભ મેળવવા માંગતા ખાતેદારોને તેમની બ્રાન્ચની ઓફિસમાં જઈ અરજી આપવાની રહેશે. અરજી મળ્યાના બીજા દિવસથી નેટ બેંકિંગની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. જેના માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાતેદારને લિંક મોકલવામાં આવશે. જેની પર જઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાતેદાર સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ધરાવતો હોવાની સાથે કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવવું પડશે. તેની સાથે જ એટીએમ, ડેબિટ કાર્ડ, મોબાઇલ નંબર તેમજ ઇ-મેઈલ આઈડીની સાથે પાન નંબર પણ રજિસ્ટર્ડ કરાવેલ હોવો જોઈએ.

Previous articleલેન્ડ રેકોર્ડ ઓફિસના લાઈસન્સી સર્વેયર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા
Next articleમોખાસણમાં સ્વામીનારાયણ મંદીર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ