ગુજરાતમાં AIIMSને લઇને સસ્પેન્સ ખતમઃનીતિનભાઈ પટેલે કરી સત્તાવાર જાહેરાત

1128

રાજકોટ શહેરને હવેથી છૈૈંંસ્જીની ભેટ મળી ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૩૧મી ડિસેમ્બરે રાજકોટ શહેરને AIIMS હોસ્પિટલ ફાળવવા અંગે રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટને AIIMS મળતા નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો આભાર માને છે. આ સાથે વડોદરાના ભાજપી ધારાસભ્યો દ્વારા વડોદરા માટે કરવામાં આવેલી એઇમ્સની માંગણીનું સૂરસૂરીયું થઇ ગયું છે.

રાજકોટને AIIMSને ભેટ આપતા નીતિન પટેલે જણાવ્યું કે, આ હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ખુબ ફાયદો મળવાનો છે. શહેરના પ્રાણસમા ખંઢેરી વિસ્તારમાં આ નવી AIIMS મેડિકલ કોલેજનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે.

ડેપ્યૂટી નીતિન પટેલે જણાવ્યું કે, ૧૨૦૦ કરોડના ખર્ચે ખંઢેરી વિસ્તારમાં આ નવી AIIMS મેડિકલ હોસ્પિટલ બનશે. હવે એઈમ્સના કારણે હાર્ટ ડિસિઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ બનશે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભૂજ સહિતના અનેક શહેરોમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે. રાજ્યમાં રિસર્ચનું કામ ઓછું થતું હતું. AIIMS હોસ્પિટલમાં રિસર્ચ સેન્ટર, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એમ તમામ સુવિધાઓ એક સાથે ઉપલબ્ધ હોવાથી ગુજરાતને ઘણો જ ફાયદો થશે.

રાજકોટને AIIMSને ભેટ મળતા હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબી એસ માટે ૧૦૦ બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે. એઈમ્સને લીધે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે. મેડિકલ ટુરિઝમને વેગ મળશે. સાથે રોજગારીની નવી તકો ઊભી થશે.

Previous articleપતંગોત્સવને લઇને રૂપાણી સરકારે શિક્ષકો માટે જાહેર કર્યું ફરમાન
Next articleભાજપા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરાથી માંગી લોકસભાની ટિકિટ