ચોરીના બનાવો વધતાં સિવિલમાં હવે વધુ સીસીટીવી ફીટ કરાશે

701

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ પાંચ થી સાત હજાર વ્યક્તિઓ આવતાં જતાં હોય છે ત્યારે આ તમામની સુરક્ષા અને સલામતી ખુબજ જરૂરી છે. મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે તાજેતરમાં ફાયર ઓફીસર સહિત સ્ટાફની ભરતી કરવામાં આવી છે ત્યારે છેલ્લા ઘણા વખતથી સિવિલ સંકુલમાં થતી ચોરીઓ સત્તાધીશો માટે શિરદર્દનો વિષય બની ગઈ હતી. જેને લઈને હવે સિવિલની અંદર અને બહારની બાજુ કુલ મળીને ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવનાર છે. જેનાથી સ્ટાફ ઉપર પણ નજર રાખી શકાશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વખતથી ચોરીના બનાવો વધી રહયા છે. દર્દી અને તેમના સગાઓ ઉપરાંત સ્ટાફ નર્સના પાકીટ, મોબાઈલ અને કીંમતી ચીજવસ્તુઓ પણ સલામત નથી તો સંકુલમાં પાર્ક કરેલા વાહનોની લગભગ દરરોજ ચોરી થાય છે તેવા સંજોગોમાં સિવિલની સલામતી વ્યવસ્થા ખાડે ગઈ છે. આવી સ્થિતિમાં સિવિલમાં સિક્યોરીટી ગાર્ડ વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી તો બીજી બાજુ સમગ્ર સંકુલને સીસીટીવી કેમેરાથી રક્ષિત કરવાના પ્રયત્નો પણ ચાલી રહયા છે.

મેડીકલ કાઉન્સિલની ગાઈડલાઈન પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવી છે. ખાસ ઓપીડીમાં તેમજ પાર્કીંગ તથા લોબીમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ જ્યાં પણ નવા વોર્ડ કે વિભાગ બન્યા છે તેવી જગ્યાએ પણ સીસીટીવી કેમેરા નહોતા જેથી ત્યાં પણ નવા કેમેરા ફીટ કરવામાં આવી રહયા છે.

ખાસ કરીને પાક’ગ વિસ્તારમાં હાઈ રીઝોલ્યુશન વાળા કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી વાહનચોર કે અસામાજીક તત્ત્વોને સરળતાથી ઓળખી શકાશે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને ઈન્ડોર બિલ્ડીંગ ઉપરાંત મેડીકલ કોલેજ અને ગર્લ્સ, બોયઝ હોસ્ટેલને પણ સીસીટીવીથી રક્ષિત કરવામાં આવ્યા છે. સંકુલમાં આવવા જવા માટેના ત્રણ ગેટ ઉપર પણ હાઈ રીઝોલ્યુશનના કેમેરા લગાડવામાં આવ્યા છે.

કુલ મળીને સિવિલ સંકુલમાં ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. તો આ કેમેરાઓનું મોનીટરીગ કરવા માટે બે રૂમ પણ ફાળવવામાં આવ્યા છે જયાં સીસીટીવીથી સર્વેલન્સ કરાય છે. ચોર અને અસામાજીક તત્ત્વો ઉપર આ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે તો બીજી બાજુ સ્ટાફની વર્તુણુક ઉપર પણ કેમેરા બાજ નજર રાખશે.

Previous articleપંચાનિકા મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ મ.સા.એ પ્રવેશ કર્યો
Next articleકુડાસણમાં બનતી હોસ્પિટલ પાસેની ગંદકીના ઢગ ખડકાયા