નંદકુંવરબા મહિલા કોલેજમાં અંધશ્રધ્ધા નાબુદી કાર્યક્રમ

657

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં સમાજમાં રહેલી અંશ્રધ્ધા નાબુદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજે આપણે ર૧મી સદી તરફ જઈ રહ્યાં છીએ. આજે આંગળીના ટેરવે વિશ્વની માહિતી આપણે એક સેકંડમાં મેળવીને આપ-લે કરી શકીએ છીએ. પરંતુ સમાજમાં રહેલી અંધશ્રધ્ધાને કારણે સમાજનું વાતાવરણ દુષિત થાય છે. સમાજના કુરિવાજો, શ્રીફળમાંથી ચુંદડી કાઢવી, હાથમાંથી કંકુ કાઢવું, શુકન-અપશુકન, મેલી વિદ્યાઓ તાંત્રિકો અને આજના ઠગ બાવાઓ કરીને સમાજને ઉલ્લુ બનાવે છે, કારણ કે, આજે સમાજમાં અંધશ્રધ્ધા અને વહેમનો અતિરેક થઈ ગયો છે. અંધશ્રધ્ધા એ એવી આગ છે જેમાં માણસ જાતે હોમાય જ્યારે પોતાના આત્મવિશ્વાસ ઉપર વહેમ થવા માંડે ત્યારે અંધશ્રધ્ધા તરફ વળે છે. સંકુચિત માનસ અને અસાક્ષરતા એ અંધશ્રધ્ધાનો સૌથી મોટુ મુળ છે.

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ભાવનગરના જાણીતા જાદુગર કપિલભાઈના જાદુના પ્રયોગોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમને વિવિધ પ્રયોગો બતાવી માત્ર હાથ ચાલાકીથી આવા પ્રયોગો થતા હોય છે તેમ જણાવ્યું હતું.

Previous articleરાજુલાના ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન
Next articleદામનગર સીનીયર સીટીઝન ટ્રસ્ટની સાધારણ સભા, સ્નેહમિલન યોજાયું