આઝાદીકા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇતિહાસ ભવન ખાતે વિશેષ વ્યાખ્યાનનું આયોજન

37

ભાવનગર,તા.૦૩
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ અનુસ્નાતક ભવન દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી ના ભાગરૂપે ઇતિહાસ ભવન દ્વારા વિશેષ વ્યાખ્યા નું આયોજન ભવનના અધ્યક્ષ ડો. કલ્પનાબેન માણીક ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આપણે આઝાદી પ્રાપ્ત થઈ છે તેનું ૭૫ મુ વર્ષ ચાલે છે આ વર્ષ ને વર્તમાન ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ તરીખે ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તે વિષયને અનુરૂપ ભારતને આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિકારીઓનું, નેતાઓનું, રાજાઓનું, આમપ્રજાજનોનું તેમજ સંતો મહંતો ખૂબ મોટું યોગદાન રહેલું છે ભારતને આઝાદી માત્ર કોઈ એક વ્યક્તિના પ્રયત્નો થી પ્રાપ્ત થઇ નથી ભારતમાં વસવાટ કરતા તમામ વર્ગના લોકોનું તેમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે તેને ધ્યાન પર રાખી ભવનના અધ્યક્ષ ડો. કલ્પનાબેન માણીક માર્ગદર્શન હેઠળ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યક્ષ ડો વિશાલભાઈ જોશી નું વિશેષ વ્યાખ્યાન વિશેષ વિષય સૌરાષ્ટ્રના સંતો નું રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન વિષય પર તારીખ ૩૦/૧૧/૨૧ ના રોજ રાખવામાં આવેલ ડો.વિશાલ જોષી સાહેબ આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ રાખવામાં આવેલ વ્યાખ્યા નો પ્રારંભ દેશને આઝાદી અપાવવામાં જેમને પોતાના જાન ની કુરબાની આપી છે તમામ ક્રાંતિકારીઓ, લોકનાયકો, સ્વતંત્રસેનાની, સમાજ સુધારકો સંતો મહંતો ને યાદ કરી પોતાના વ્યાખ્યાનના શબ્દો રૂપી પુષ્પો થી ખરા દિલ થી શ્રદ્ધાંજલિ પાઠવી. તેમને જણાવ્યુ કે ભારતને આઝાદી અપાવવામાં ભારતભરના સંતોનું ખૂબ મોટું યોગદાન રહેલ છે. જેમના યોગદાન ની નોંધ આજ સુધી યોગ્ય રીતે લેવામાં આવેલ નથી સંત એટલે માત્રને માત્ર સંસાર ત્યાગ કરી સંન્યાસી બની જવું એવું નથી સંત જ્યારે સંસારનો ત્યાગ કરે છે. ત્યારે તેમના ઉપર ખૂબ મોટી જવાબદારી હોય છે સમાજમાં રહેલા આડંબરો દૂર કરવા, અંધશ્રદ્ધા ને નાબુદ કરવી, સમાજ અને રાષ્ટ્રને એક નવી દિશા નું નિર્દેશન કરવું, સનાતન અને મૂળ સંસ્કારો અને સભ્યતાનું રક્ષણ કરવું જતન કરવું. ભારતભરના સંતો અને મહંતો એ આધ્યાત્મિકતાના પંથ પર રહી આ તમામ જવાબદારીઓ ને ખુબ જ વિશિષ્ટ રીતે નિભાવી છે જેના પ્રમાણે આપણા ગ્રંથોમાં જોવા મળે છે તેમણે કહ્યું કે ભારત એ સનાતન ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે આપણે એક દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ ના વાહકો છીએ. તેમણે કહ્યું સ્વાધીનતા અને સ્વતંત્રતા ને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે સ્વાધીનતા એટલે કે સ્વ ને આધીન થવું સ્વને આધીન એટલે કે પોતાની જાતને દેશ માટે ન્યોચ્છાવર કરવાની ભાવના ને સ્વાધીનતા કહેવામાં આવે છે. સ્વાધીનતા એ માણસની પોતાની હોય છે જ્યારે સ્વતંત્રતા એ કોઈ પ્રદેશની હોય છે. આવી સ્વાધીનતાની ભાવના વાળા સૌરાષ્ટ્ર સંતો અને મહંતો નું આપણી આઝાદીના પાયામાં ખૂબ મહત્વનો યોગદાન રહેલું છે હમણાં થોડા સમય થી ઇતિહાસ પ્રત્યે નો દ્રષ્ટિકોણ બદલાયો છે ભારતના ઇતિહાસને ભારતની ભવ્ય અને દિવ્ય રાષ્ટ્રીય સંસ્કૃતિ સભ્યતા અને આધ્યાત્મિકતાને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય ભાવનાના દ્રષ્ટિકોણથી જોવામાં અને નવી શુઝ સાથે અભ્યાસ કરવામાં આવી રહયો છે
તેમણે જણાવ્યું ભારતનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે આપણે સંસ્કૃતિના સર્જક છે આગળ એમ ને એમ પણ જણાવ્યું ભારતીયો વ્યવસ્થા ના સર્જક છે જ્યારે પશ્ચિમી દેશો વ્યાખ્યા ના સર્જક છે દુર્ભાગ્યની વાત એ છે કે આજે આપણે વ્યાખ્યાના સર્જકોને વિશેષ મહત્વ આપી રહ્યા છીએ પરંતુ મૂળ સંસ્કૃતિ અને સભ્યતા વ્યવસ્થા ના સર્જકો ના ઇતિહાસ નું આપણે જ્ઞાન નથી. તેમણે આઝાદીના પાયામાં રહેલ સંતોમાં સૌપ્રથમ મહર્ષિ અરવિંદને યાદ કરી તેમણે કહ્યું જ્યારે ભારત દેશ આઝાદ થયો એટલે કે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ત્યારે મહર્ષિ અરવિંદના જન્મને ૭૫ વર્ષ પૂર્ણ થયા હતા એટલે કે મહર્ષિ અરવિંદ જન્મ અમૃત મહોત્સવ કહી શકાય મહર્ષિ અરવિંદ નો જન્મ ૧૫/૮/૧૮૭૨ ના રોજ કલકત્તામાં થયો હતો તેમણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી માત્ર ૨૨ વર્ષની ઉંમરે વડોદરા રાજ્યના કર્મચારી તરીકે નિમાયા હતા નોકરી તો તે કરતા હતા પરંતુ મૂળ તો તે આધ્યાત્મિક જીવ હતો તેથી તેમને રેવા (નર્મદા )અને રેવતગિરિ (ગિરનાર) તેમના પ્રિય હતા તેઓ પહલેથી રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયા હતા અને તેમને સમગ્ર ભારતમાં વંદે માતરમ ના નારાને પ્રચલિત કર્યો હતો તેમણે વંદે માતરમ નામનું સામયિક પણ શરૂ કર્યું હતું .તેમને લખેલા લેખો લન્ડન ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છપાતાં હતાં. તેમણે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર સમગ્ર રાષ્ટ્રને રાષ્ટ્રીયતાના રંગે રંગાયું હતું પરંતુ પાછળથી તેમણે સંસારનો ત્યાગ કરી સંન્યાસી જીવન સ્વીકાર્યું હતું તેમને પોતાનો આશ્રમ પોંડિચેરીમાં સ્થાપ્યો હતો ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઇ ત્યારે તેઓએ આશ્રમમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને કહ્યું હતું કે આ પ્રાપ્ત થયેલ. આઝાદી એ માત્ર એક સંયોગ નથી પરંતુ કેટલાય વર્ષોની તપસ્યાનુંઆ પરિણામ છે ત્યારબાદ તેમને સૌરાષ્ટ્રના અનેક સંતો ને યાદ કર્યા અને તેમને કરેલ સમાજ સુધારણા વતી કાર્ય તેમજ ભારતીય આઝાદીની ચળવળમાં આપેલ યોગદાન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તેમને શ્યામજી કૃષ્ણ વર્મા વિશે પણ વિગતે માહિતી આપી તેમણે કહ્યું શ્યામજી કૃષ્ણ વર્માને પોતાની શક્તિને દેશ પ્રત્યે લગાવવા ની પ્રેરણા બિલખાના આશ્રમના સંત નથુરામ શર્મા પાસેથી મળી હતી તેમણે જણાવ્યું જૂનાગઢ રાજ્યને ભારતના સંઘ રાજ્યમાં સામેલ કરવા માટે આ વિલીનીકરણની પ્રક્રિયામાં આ પંથકના અનેક સંતો-મહંતો નું ખૂબ મોટું યોગદાન રહેલ છે તેમાં બાલકદાસ બાપુ,પૂ.શ્રી પુરુષોત્તમલાલજી બાપુમોટી હવેલી જુનાગઢ, પૂ.શ્રી મયારામદાસ બાપુ જુનાગઢ સાધુ મોતીગરજી બાપુ વિસાવદર શ્રી, વિજય દાસ મહંત કુતિયાણા બ્રહ્મનારી બાપુ આલીધ્રા ડાયારામ બાપુ કેવદ્રા બાલકદાસ બાપુ વેરાવળ આ તમામ એ મહંતોની ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલ છે આ મહંતોએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જુનાગઢ થી રાજકોટ જઈને શામળદાસ ગાંધી સાથે મુલાકાત કરી જૂનાગઢને ભારત સંઘમાં સામેલ કરવા માટેની વાત કરી હતી આ ઉપરાંત પણ તેમને ઘણા સૌરાષ્ટ્રના અને મહાત્માઓને યાદ કરી ભારતને આઝાદી માં ભજવેલ ભૂમિકા અંગે માહિતી આપેલ સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના સંતો અને મહંતો આપણી સભ્યતા અને સંસ્કૃતિના રક્ષકો છે આથી આપણી સંત પરંપરા વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કાર્ય થવું જોઈએ. આજના વિદ્યાર્થીઓએ પણ આ ક્ષેત્રમાં પોતાની રુચિ દાખવવી જોઈએ. સૌરાષ્ટ્રના એક ગામડાઓની અંદર ઇતિહાસ છુપાયેલો છે જેને બહાર લાવવાનો સમય આવી ગયો છે આ કાર્ય આજની યુવાપેઢીએ જવાબદારીપૂર્વક કરવાનું છે તો અને તો જ આપણે આઝાદીનું અમૃત ફળ આપણી ભાવિ પેઢીને વારસામાં આપી શકશું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો. જીતેશ સાંખટ દ્વારા કરવામાં આવેલ તેમજ આભારવિધિ પ્રોફેસર ડો કાળુભાઈ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ભવન ના વિદ્યાર્થીઓ તેમજ ભવનના ક્લાર્ક જયસિંહભાઈ પરમાર અને હેતલબેન ભૂત નું મહત્વનું યોગદાન રહેલ છે