ભાવનગરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની માનવતાવાદી સેવાઓને લઇ રાજ્યપાલના હસ્તે પાંચ એવોર્ડ એનાયત કરાયા

36

રાજ્યમાં ચક્ષુદાન, દેહદાન સહિતની સેવાઓ માટે સન્માન કરાયું
ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની વિવિધ માનવતાવાદી સેવાઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રતિ વર્ષ રેડક્રોસ ભાવનગરને રાજ્ય કક્ષાએ સન્માનિત કરીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તાજેતરમાં ભાવનગર રેડક્રોસનું સન્માન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે પાંચ જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. રેડક્રોસ ભાવનગરને ચક્ષુદાન, દેહદાન, થેલેસીમિયા પરીક્ષણ, શાળા અને કોલેજોમાં જુનિયર અને યુથ રેડક્રોસની નોંધણી અને સેવાઓ માટે અને સાથે સમાજમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર તાલીમોની સેવા થકી લોકોની જિંદગી બચાવવાની સેવામા ઉત્કૃષ્ઠ સેવાઓ માટે પાંચ જેટલા એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.
રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો.મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિત ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા સેવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેડક્રોસની વિવિધ માનવતાવાદી સેવાઓના કારણે પ્રતિવર્ષ રેડક્રોસનું રાજ્યકક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.

Previous articleઉમરાળાના ઠોંડા ગામે 100 ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગે રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો
Next articleરાણપુરમાં સરકારી અનાજ ભરવાના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા કરોડો રૂપિયા નું નુકશાન