એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલને શ્રધ્ધાજલી અર્પણનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

125

ગુજરાત એસ.ટી કર્મચારી મહાંડળના પ્રમુખ સ્વ. સતુભા બાપુ ગોહિલ ના શ્રદ્ધાંજલિ માટે અમદાવાદ નરોડા યંત્રાલય ખાતે શોકસભા અને શ્રદ્ધાનજલી નો કાર્યક્રમ રાખેલ.આ કાર્યક્રમ માં ભાવનગર થી ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળ ના ઉપ પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ તથા પ્રમુખ શ્રી સુખદેવસિંહ ભાઇ જાડેજા, જયદેવ સિંહ ભાઇ ગોહિલ, મુસ્તાક ભાઇ મેઘાણી તથા ગુજરતના તમામ ડેપો માંથી મોટી સંખ્યા માં કર્મચારી ઓ હાજર રહેલ.આ કાર્યક્રમ માં માજી મુખ્ય મંત્રી શ્રી શંકર સિંહ ભાઇ વાઘેલા તેમજ ધારાસભ્ય શ્રી મહેન્દ્ર સિંહ સરવૈયા તથા અન્ય મહાનભાવો એ સ્વ. સતુબાપુ ના કાર્ય શૈલી ને યાદ કરી તેમના પરિવારજનો શ્રી દિલીપસિંહ ભાઇ ગોહિલ તેમજ તેમના પુત્રો અને અન્ય પરિવાર જનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.