વાયબ્રન્ટ ગુજરાત ર૦૧૯ ને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ

534

વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ ગાંધીનગરના આંગણે યોજાઈ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી આવનારા મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે શહેરના રસ્તાઓ પર કાળા પટ્ટા થી ફૂટપાથો રંગવામાં આવી રહી છે અને શહેરના મુખ્ય માર્ગો પર વાઈબ્રન્ટના બેનરો મારી દેવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ ગાંધીનગરના આંગણે યોજાઈ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી આવનારા મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે શહેરના રસ્તાઓ પર કાળા પટ્ટા થી ફૂટપાથો રંગવામાં આવી રહી છે અને શહેરના મુખ્ય માર્ગો પર વાઈબ્રન્ટના બેનરો લગાડવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં ગંદકી હટાવવાની ઝૂંબેશ પણ સરકારી એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ફૂટપાથની આજુબાજુ નવા ફુલછોડ વાવવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટામાં તો આર્કીટેકની સૂચના મુજબ માટીની કોઠીઓ અને તેમાંથી નિકળતા વૃક્ષો દેખાય તેમ નાના ફુલ સાથેના છોડવાઓ આકર્ષક રીતે લગાવવામાં આવી રહ્યા છે.

Previous articleગાંધીનગરમાં પહેલીવાર સ્મશાનમાં ગવાયુ રાષ્ટ્રગીત
Next articleનોટબંધી બાદ ગુજરાતમાંથી ૧૦ કરોડની નકલી નોટો ઝડપાઈ