સે-૪ની યુવતી સ્વાઇનફ્‌લૂમાં સપડાઇઃશહેરમાં કુલ ૧૪ કેસ

617

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૯માંથી ગઇકાલે ૩ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા બાદ આજે સેક્ટર-૪ની યુવતી સ્વાઇન ફ્‌લૂમાં સપડાઇ છે. જેની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે. આ યુવતીના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લક્ષણો ધરાવતા ઘરના સભ્યોને ટેમીફ્‌લૂ આપવામાં આવી છે જ્યારે તેણીના રહેણાંક વિસ્તારની પાસે સર્વેલન્સ પણ કરવામાં આવ્યો છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર માંથી જ કુલ ૧૪ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ગયા છે.

ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સ્વાઇનફ્‌લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ગાંધીનગર શહેરમાં ત્રણ જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે મળી કુલ પાંચ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. ત્યારે આજે શહેરના સેક્ટર-૪માંથી વધુ એક પોઝિટિવ દર્દી નોંધાયો છે.

સેક્ટર-૪માં રહેતી ૨૮ વર્ષિય યુવતીને  ઘણા વખતથી શરદી-ખાંસી-કફ  સહિત તાવની તકલીફ રહેતી હતી. જેને લઇને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આઆવી હતી. જ્યાં તેમનો સ્વાઇનફલૂનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પોઝિટિવ દર્દીની સારાવાર સઘન કરી દેવામાં આવી છે. પોઝિટિવ આ યુવતી સંપર્કમાં આવેલા શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ઘરના સભ્યોને ટેમીફલૂ આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત તેમના નિવાસસ્થાને સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઇનફ્‌લૂના પોઝિટિવ દર્દીનો આંકડો ૧૪ સુધી પહોંચી ગયો છે. જો કે, શહેરમાં હજુ સુધી સ્વાઇનફ્‌લૂના કારણે મોત થયાના કોઇ સમાચાર સાંપડયા નથી.

Previous articleસુરતમાં ૪૦ વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો પલટી મારતા ર૭ ઈજાગ્રસ્ત
Next articleસત્તાની સાઠમારીઃ ભાજપના હોદ્દેદારો-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી