સુરતમાં ૪૦ વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો પલટી મારતા ર૭ ઈજાગ્રસ્ત

751

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટી મારી જવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સુરતના કામરેજના ઓરના ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો અચાનક પલટી ખાઇ ગયો હતો. જેના કારણે ૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પામાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.

પ્રાથમિક માહિતી અનુસાર તમામ વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જઇ રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે કામરેજના ઓરણા ગામ પાસે ૪૦ જેટલા વિદ્યાર્થી ભરેલો ટેમ્પો પસાર થતો હતો ત્યારે ટેમ્પો ડ્રાઇવરે અચાકન કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. આ અકસ્માતમાં ૨૭ જેટલા વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ વિદ્યાર્થીઓ બારડોલીના ભુવાસન બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Previous articleસ્વાઈનફલુના કહેર વચ્ચે સિવિલમાં એચ૧એન૧ નો ટેસ્ટ જ થતો નથી
Next articleસે-૪ની યુવતી સ્વાઇનફ્‌લૂમાં સપડાઇઃશહેરમાં કુલ ૧૪ કેસ