એલજી હોસ્પિટલમાં યુવકની હત્યા કરનાર આઠ આરોપીની ધરપકડ કરાઈ

626

મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં અમીર શેખ નામના યુવકની હત્યા કેસમાં આઠ આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી છે. ત્રણ દિવસ પહેલા રામોલમાં યુવકની હત્યાના બદલામાં હત્યા કરનાર આરોપીના ભાઈની એલજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. રામોલ વિસ્તારમાં જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેને પોલીસ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લાવી હતી ત્યારે ૨૫થી ૩૦ માણસોના ટોળાએ અમીર પર હુમલો કર્યો હતો. લોખંડની ખુરશી વડે તેને માર મારી અને તોડફોડ કરી હત્યા કરવામાં આવી હતી.

રામોલ વિસ્તારના જનતાનગરમાં બે ગેંગ વચ્ચે જુની દુશ્મનાવટ ચાલતી હતી. જનતાનગરમાં રહેતા રમીઝખાન પઠાણ બગીચા પાસે ઉભો હતો ત્યારે શમશેર ખાન શેખ યાશીન શેખ શાહનવાઝ પઠાણ, ઇસરાખ ઉફ્રે દબંગ પઠાણે તેના પર ડંડા અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા તેનું મોત નિપજ્યું હતું. દરમિયાનમાં રમીઝખાન પર શમશેરે હુમલો કરતા તેને શોધવા આવેલા શરફરાઝ પઠાણ અને વસીમ પઠાણે અમીરને તારો ભાઇ ક્યાં છે તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ બંન્ને ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

૩૦ માણસોનું ટોળું એલજી હોસ્પિટલમાં પહોંચી ગયુંઃ રામોલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ સાથે આમીરને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવા લઇ જતા હતા, ત્યારે નાશીરખાન પઠાણ અવેઝહુસેન શેખ સહિત ૨૫થી ૩૦ માણસોનું ટોળું એલજી હોસ્પિટલમાં પહોંચી ગયું હતું. ટોળાએ અમીરખાન પર હુમલો કર્યો હતો જેથી પોલીસ તેને બચાવી લઇ જતી હતી ત્યારે અમીર ત્યાંથી બચવા સીટી સ્કેન વિભાગમાં દોડ્‌યો હતો. પોલીસે દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ ટોળાએ દરવાજો ખોલી પોલીસ કર્મીને ધક્કો મારી તેને બહાર કાઢ્યો હતો. પછી તેના પર લોખંડની ખુરશી વડે હુમલો કરી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. તેને ઢસળીને કેસ બારી પાસે લઇ ગયા હતા. તાત્કાલિક તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

રમીઝખાન પઠાણ અને શમશેરખાન શેખ વચ્ચે થયેલી અદાવતમાં બે હત્યાની ઘટના બની હતી. હત્યાનો બદલો લેવા માટે વધુ એક હત્યા કરવામાં આવી હતી. એલજી હોસ્પિટલમાં જ ટોળાએ હત્યા કરી નાખતા. સનસનાટી મચી જવા પામી હતી. ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે. કોર્પોરેશન દ્વારા સુરક્ષા માટે બાઉન્સરો સહિત સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે છતા ખુલ્લેઆમ હત્યારાઓએ યુવાનની હત્યા કરી નાખી હતી. રામોલ પોલીસે કેસમાં ૧૫થી વધુ લોકોની ધરપકડ કરી અન્ય આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે. મૃતક રમીઝખાન ફિરોજશક્તિ ગેંગનો સભ્ય છે અને તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે.

Previous articleરાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ રાજીનામુ આપીશ : પ્રશાંત પટેલ
Next articleપ્રચાર માટે સ્મશાનની બહાર પણ બોર્ડ લગાવ્યા હતા જે હવે તેમના માટે જ જાણે યથાર્થ સાબિત થયા