હિરાસર નજીક ૨૫૦૦ એકર વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે

782

નવુ ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦થી વધુ મુસાફરોની વાહન ક્ષમતા સાથેના એરબસ એ ૩૨૦-૨૦૦-બોઇંગ બી ૭૩૭-૯૦૦ જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.

આ સમજૂતી કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબા અને ૪૫ મીટર પહોળા રન-વે સાથે ૨૫૦૦ એકર વિસ્તારમાં નિર્માણ પામશે.

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ ૫,૩૭૫ કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ ચએ ૩૨૦-૨૦૦ૃ, બોઇંગ ચબી ૭૩૭-૯૦૦ૃ જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે. આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે.  સમગ્રતયા આ એરપોર્ટ ૧૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે તેમાં ૧૫૦૦ એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, ૨૫૦ એકરનો ગ્રીન ઝોન હશે, ૫૨૪ એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે ૨૫૦ એકર જમીનનો ઉપયોગ થનાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણનો સમગ્રતયા રૂ. રપ૦૦ કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.

Previous articleવાયબ્રન્ટ વખતે મહાનુભાવો સાથે વર્તનના પોલીસને પાઠ : વેલકમ, થેક્યું અને સોરી પ્રયોજવા
Next articleરાહુલ ગાંધીને મારા પર ભરોસો, જોઈએ તે જવાબદારી આપશે : અલ્પેશ ઠાકોર