મહાત્મા મંદિરના ટેરેસ પર પીએમ મોદી ૨૦૦ મહેમાનો સાથે ગાલા ડિનર કરશે

1063

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટનને લઇ ઁસ્ મોદીએ ૨૦૦ લોકો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કર્યું છે. મહાત્મા મંદિરના ટેરેસ પર સંપૂર્ણ શાકાહારી ભોજન પિરસવામાં આવશે. ભોજન વ્યવસ્થાને લઇ દેશની ટોચની હોટલના અધિકારીઓએ તૈયારીઓ કરી છે. ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. ડિનરમાં પરંપરાગત સંગીત જેવા કે રાવણહથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો દેશી-વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે. ગાલા ડિનરમાં જે ભોજન પિરસવામાં આવનાર છે. તેની એક ડિશની કિંમત જ માત્ર ૧૫ હજાર રૂપિયા છે. મહેમાનોને ગુજરાતી પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ અન ડેઝર્ટ અપાશે. આ અંગેનું મેનુ ૧ મહિના પહેલા આપી દેવાયું હતું. મહત્વનું એ છે કે  ભોજનની ગુણવત્તા પર ખાસ ભાર મૂકાયો છે.

વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના અદિ ગોદરેજ, સુઝલોન એનર્જિના તુલસી તંતી, કેડીલા હેલ્થકેરના પંકજ પટેલ, ટોરન્ટ ગ્રૂપના સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલસ્સના રાજીવ મોદી, આઈટીસી લિમિટેડના એમડી સંજીવ પુરી, સીઆઈઆઈના પ્રેસિડન્ટ રાકેશ ભારતી મિત્તલ, એફઆઈસીસી આઈના પ્રેસિડન્ટ સંદીપ સોમાની, વેલસ્પન લિમિટેડના ચેરમેન બી.કે.ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના શશી શંકર, આઈઓસીએલના સંજીવ સિંહ જેવા દિગ્ગજો હાજર રહેવાના છે.

Previous articleCMએ MSME વેબ સાઇટનું લોન્ચીંગ કર્યુ
Next articleખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર