ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાનાર નેતાએ કહ્યું ‘ભાજપમાં વ્યક્તિ પુજા વધી ગઇ’

1217

ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાનાર બિમલ શાહએ ચોકાવનું નિવેદન આપ્યું છે. વધુમાં બિમલ શાહએ જણાવ્યું હતુ કે ભાજપ મિશન પાર્ટી હતી હવે પાવર પાર્ટી બની છે. ભાજપ છોડવાના અનેક કારણો છે.

પાર્ટીની કામગીરીથી અનેકને નારાજગી, હું સામે આવ્યો પણ અન્યો નથી આવતા. સત્તાનુ કેન્દ્રીકરણ થયુ છે. પાર્ટીનો ટ્રેક બદલાયો છે. જેને કારણે સમાજ અને દેશને નુકસાન થઇ રહ્યું છે. સંઘમાં વ્યક્તિ પુજા નહી, ધ્વજને વંદન થાય છે. પરંતુ ભાજપમાં વ્યક્તિ પુજા વધી ગઇ છે. કોંગ્રેસમાં નવી નેતાગીરીમાં ટીમ વર્કની ભાવના વધી છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ વિધિવત્‌ રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. બિમલ શાહે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. રાજીવ સાતવ અને અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા હતા.  કપડવંજના નેતા બિમલ શાહ છે. અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં તેમને પંજા સાથે હાથ મિલાવ્યો છે    બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે. દર્શન નાયકને વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. નાયકને સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસે ફરીવાર પક્ષમાં સામેલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના સોગઠા ગોઠવવામાં મગ્ન બન્યા છે. ત્યારે આજરોજ કપડવંજ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તથા અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી તથા અર્જુનભાઇ મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ બારડોલીના પૂર્વ ધારાસભ્ય પણ કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્‌યો હતો.

Previous articleકચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોને મોટુ નુકશાન
Next articleવીજ મીટર ભાડા પરનો ૧૮% GST રદ્દ