બોટાદના નવહથ્થા હનુમાનજી મંદિરે સામાજીક સમરસતા યજ્ઞ

1265

બોટાદના નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે સર્વ સમાજ સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કર્યુ હતું. મોટી સંખ્યામાં સંતો-મહંતો અને દરેક સમાજના લોકો હાજર રહ્યાં હતા.

દરેક સમાજના લોકો એકબીજા સાથે જોડાયેલા રહે અને તેમનામાં સમરસતા રહે તેવા હેતુસર બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલ નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ ભજનાનદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી, ગિરનારી આશ્રમના નટુબાપુ સહિત બોટાદ શહેરના અન્ય મંદિરોના મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા. સામાજિક સમરસતા યજ્ઞમાં બોટાદના અલગ-અલગ સમાજના લોકો યજ્ઞમાં બેઠા હતા અને દરેક સમાજના લોકોમાં સમરસતા રહે અને એકબીજા સાથે જોડાયેલા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞ બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો દ્વારા સમાજના લોકોમાં એકબીજા સાથે જોડાયેલા રહે તેમ જણાવેલ.

Previous articleઓમ સેવાધામમાં વસતા નિરાધાર વડીલોનો સમુહ જન્મદિન ઉજવાયો
Next articleરાજુલામાં ર૭મીએ ભવ્ય સમુહ લગ્ન ૪પ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે