રાજુલાની સંઘવી હાઈસ્કુલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

485

રાજુલાની સંઘવી હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રની આન બાન અને શાન તેવા મહાપર્વ ર૬ જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણી હાઈસ્કુલના મેઈન ટ્રસ્ટી લહેરીના અધ્યક્ષ સ્થાને અને કાઠી ક્ષત્રીયોના નામાંકીત અશ્વો દ્વારા રાષ્ટ્રની શાન એવા તિરંગાને અદબ સાથે સલામી અપાઈ આ તકે હાઈસ્કુલના આચાર્ય શિક્ષક ગણો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સીંગ મીલન જાખરાએ રાષ્ટ્રાના શોર્યગીત ગાઈને સૌને મંત્ર મુગ્ધ કરેલ.  ર૬ જાન્યુઆરીના રોજ જે.એ. સંઘવી હાઈસ્કુલ રાજુલામૉ ૭૦કાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી બીપીનભાઈ લહેરીના હાથે ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રાસંગિક પ્રવચન પી.પી. મુછડીયાએ કરેલ વિદ્યાર્થીઓએ સાંસકૃતિક પ્રોગ્રામ અને અશ્વોથી સલામી આપેલ પ્રિન્સીપાલ બિપીનભાઈ જોષીના માર્ગદર્શન નીચે સમગ્ર શાળા પરિવારે તૈયારીઓ કરેલ હતી.  કાર્યક્રમનું સંચાલન ચાંદોરા અને ધામેચાએ કરેલ ધ્વજવંદનની સમગ્ર તૈયારી કિશોરભાઈ વરૂ દ્વારા કરવામાં આવેલ હતી.

Previous articleગુંદી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિન ઉજવાયો
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે ગાંધી નિર્વાણ દિનની ઉજવણી