લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી બદલાશે

1087

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી બદલાશે. રાજીવ સાતવ હાલમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી છે. સાતવની જગ્યાએ બી.કે.હરિપ્રસાદ પ્રભારી બની શકે છે.લોકસભાની ચૂંટણી લડવા માટે રાજીવ સાતવને છૂટા કરાશે. તેમજ રાજીવ સાતવ મહારાષ્ટ્રમાંથી સાંસદ છે. લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે દરેક પક્ષે તૈયારીઓ શરુ કરી દીધી છે. આવા સમયે ગુજરાત કોંગ્રેસ માટે પ્રભારી બદલવાની અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસના સુત્રોના મતે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને બદલવામાં આવે તેવી સંભાવના છે. તેમના સ્થાને બી.કે.હરિપ્રસાદને જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારીમાં ફેરફાર થશે. રાજીવ સાતવ મહારાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડવાના છે. તેથી તેમના સ્થાને બી.કે.હરિપ્રસાદને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવે તેવી સંભાવના છે.

Previous articleરાજપૂત સમાજ દ્વારા વ્યસન-મુક્તિનો કાર્યક્રમ યોજાયો
Next article૧૯૦ કટ્ટા શંકાસ્પદ ઘંઉનો જથ્થો પકડાયો