વિકટર પે સેન્ટર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

601

રાજુલા તાલુકાના વિકટર ગામે વિકટર પ્રાથમિક શાળામાં ગામના સરપંચ મકવાણા પરિતાબેન એમ.ના હસ્તે ધ્વજ ફરમાવવામાં આવ્ય્‌ હતો. ગામના સરપંચ તથા ઉપ સરપંચ રમેશભાઈ એચ. ભટ્ટ તથા પંચાયતના સભ્યો મનીષાબેન ચૌહાણ, શોભનાબેન બાંભણીયા, રાધીબેન, હંસાબેનનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નવા ચૂંટાયેલા સભ્ય્‌ મહેશભાઈ બી. મકવાણાનું સાલ અને પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. તેમજ રમતોની હરિફાઈ યોજવામાં આવી હતી. ગામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભટ્ટ તથા મહેશભાઈ મકવાણા દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સોનિયા જાડેજાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત દ્વારા સૌ બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ શાળાના શિક્ષિકાબેન અનિલાબેન પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો રાઠોડ મુકેશભાઈ, પ્રદિપભાઈ જાદવ, હસુમખભાઈ વેગડ, પારૂલબેન સીનરોજા, ગીતાબેન સોલંકી, કલ્પનાબેન જાદવ, રીંકુબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

Previous articleસંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ
Next articleઘનશ્યામનગર પ્રાથમિક શાળાના બાળકોની સિધ્ધી