ચાર્જિંગ વખતે જાણીતી કંપનીનાં મોબાઈલમાં ખતરનાક બ્લાસ્ટ

530

આજકાલ ટેકનોલોજીના જમાનામાં દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે, પરંતુ આ ફોન જ જ્યારે તમારા પતનનું કારણ બને તો કેવી સ્થિતિ ઉદ્દભવે તે તો જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે.

આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અલગ અલગ કંપનીના સ્માર્ટફોન ચાર્જિગ વખતે બ્લાસ્ટ થયા છે, અને તેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અથવા તો નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે. આવો એક કિસ્સો બનાસકાંઠામાં નોંધાયો છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો સ્માર્ટફોન ચાર્જિંગ વખતે ફાટ્યો હતો. મોબાઇલનો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, ઘરમાં મોટું નુકસાન કરી મૂક્યું હતું.

આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, સેમસંગ કંપનીનો સ્માર્ટફોન ઘરમાં ચાર્જ માટે રાખવામાં આવ્યો હતો, તે વખતે કોઇ કારણસર મોબાઇલમાં ધડાકાભેર અવાજની સાથે મોબાઇલ સળગવા લાગ્યો હતો.

જાણીતી કંપનીના મોબાઇલમાં ધડાકો થતા જ સૌ ચોંકી ગયા હતા. મોબાઇલ બ્લાસ્ટને કારણે ઘરમાં નુકસાન થયુ છે. લગભગ મોટાભાગના લોકો આજે સ્માર્ટફોન વાપરી રહ્યા છે. ત્યારે ચાર્જિંગ મા મોબાઇલ હોય ત્યારે ફોન પર વાત ન કરવી. તેમજ ચાર્જિંગના સમયે મોબાઇલનો ઉપયોગ ટાળવો હિતાવહ રહે છે. ઘરમાં મોબાઇલમાં બ્લાસ્ટ થવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Previous articleઉવારસદ વાવની સફાઈ શરૂ
Next articleગુડાના હાઉસીંગમાં યોગ્ય તપાસ થાય તો પ૦ ટકા મકાનો ભાડેઃથોડા મકાનો સીલ કરી ગુડાએ સંતોષ માન્યો