ઉવારસદ વાવની સફાઈ શરૂ

605

ઉવારસદ ગ્રામ પંચયાતે આજે રવિવારે ગામની વાવને અમદાવાદની હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર,અમદાવાદને સોંપી હતી. ઉવારસદ ગામના ગ્રામજનો તેમજ સંસ્થાના કાર્યકરો દ્વારા ગામની પ્રાચીન વાવની સાફ સફાઇ કરવામાં આવી હતી.

જિલ્લાના ઉવારસદ ગામમાં આવેલી અતિ પ્રાચીનવાવની જાળવણીના અભાવે તેની હાલત ખંડેર જેવી બની રહી હતી. ગામની પ્રાચીન વાવની ખંડેર હાલત દુર થાય અને તેની જાળવણીની સાથે સાથે તે વિશ્વમાં પર્યાવરણ સ્થળ તરીકે વિકાસ પામે તે માટે ઉવારસદ ગ્રામ પંચાયતે વાવને અમદાવાદની હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર, અમદાવાદને બે વર્ષ માટે આપવામાં આવી છે.

ગામની પ્રાચીન વાવને અમદાવાદની સંસ્થાને બે વર્ષ સોંપવાની કામગીરી ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન જગાજી ઠાકોર તેમજ સમગ્ર સભ્યો ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વાવના નિભાવ અને વિકાસ માટે જરૂરી નાણાંકીય સહાય મેળવવામાં સંસ્થા તરફથી કરવામાં આવતા પ્રયાસોમાં ગ્રામ પંચાયત તરફથી પુરતો સહકાર આપવામાં આવશે.

રાજ્યના વિવિધ શહેરોની શૈક્ષણિક સંસ્થાઓ, અન્ય રાજ્યોના તેમજ વિદેશી પર્યટકો ઉવારસદમાં આવતા થાય અને વાવ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે કામ સંસ્થાએ કરવાનું રહેશે.

ગામની પ્રાચીન વાવના વિકાસ માટેની કામગીરીમાં કોઇ રાજકિય પક્ષાપક્ષથી રહિત કામગીરી સંસ્થા તેમજ ગ્રામપંચાયતે કરવાની રહેશે. વાવની સોંપણી પ્રસંગ બાદ ગ્રામજનો તેમજ સંસ્થાના કાર્યકરો દ્વારા પોરાણીક વાવની સાફ સફાઇ કરીને કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. વાવની આસપાસની જગ્યામાં સમયાંતરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે તેમાં ગ્રામજનો તેમજ ગ્રામપંચાયત સંપુર્ણ પણ સહયોગ પુરો પાડશે તેમ ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન જગાજી ઠાકોરે જણાવ્યું હતું.  જિલ્લાના ઉવારસદની પૌરાણીક વાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અમદાવાદની હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટરને બે વર્ષ માટે ઉવારસદ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે.

Previous articleICC વનડે રેન્કિંગઃ ભારત બીજા સ્થાન પર, કોહલી-બુમરાહ ટોપ પર યથાવત
Next articleચાર્જિંગ વખતે જાણીતી કંપનીનાં મોબાઈલમાં ખતરનાક બ્લાસ્ટ