શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

988

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય પ્રવાહમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ધોરણ ૧૦ની ૨૦૨૦માં લેવાનારી પરીક્ષામાં ૨૦ માર્ક ઓએમઆરના બદલે ૨૦ માર્કની ઓએમઆર પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે, કે ધોરણ ૧૦માં બોર્ડની પરિક્ષા ૭૦ ટકા ગુણભારને બદલે ૮૦ ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ૨૦ ટકા આંતરિક મૂલ્યાંકન કરનાર રહેશે. જ્યારે બોર્ડના ૮૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦% હેતુલક્ષી પ્રશ્નો તથા બાકીના ૮૦ ટકા ટૂંકા અને લાંબા અને નિબંધલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘોરણ ૧૦માં પાસ થવા માટે વિદ્યાર્થીએ ૮૦માંથી ૨૬ ગુણ લાવવાના રહેશે. જ્યારે આંતરિક મૂલ્યાંકન કસોટીમાં ૨૦માંથી ૭ ગુણ લાવવાના રહેશે. એટલે કે ૨૬+૭ ગુણ ટોટલ ૩૩ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પાસ કહેવાશે.

તો ૨૦૨૦ની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૫૦ માર્કનાર્ ંસ્ઇના સ્થાને ૨૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બાકીના ૮૦ ટકા લાબાં ટૂંકા અને નિબંધ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં ૫૦ માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે

Previous articleરાજ્યના APL રેશનકાર્ડ ધારકોને ૪ લિટર કેરોસીન મળશે
Next articleલોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે જુદી જુદી ૭ કમિટી બનાવી