મોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, પોલીસે ચારને દબોચ્યા

601

લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતા કેટલાક ઘોડા ડોકટરો અચકાતા નથી તે હક્કિત છે. તેવામાં મોરબી જીલ્લામાં ડીગ્રી વગરના ડોક્ટરના દવાખાના ધમધમી રહ્યા હોવાથી મેડીકલ ઓફિસરને સાથે રાખીને બોગસ ડોકટર ઉપર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકમાં સરતાનપર રોડે આવેલા ઓદ્યોગિક વિસ્તારમાં ત્રણ સ્થળે રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી માત્ર ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરીને લોકોને દવા આપતા એક કે બે નહિ પરંતુ ચાર બોગસ ડોકટર મળી આવ્યા હતા. જેથી પોલીસે એલોપેથી દવાના જથ્થા સાથે ચારેય બોગસ ડોકટરોની ધરપકડ કરી હતી.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે. જેમાં રીગરી મેળવવા માટે બીજા રાજ્યોમાંથી તેમજ આદિવાસી વિસ્તારોમાંથી મોટા પ્રમણમાં મજુરો તેના પરિવાર સાથે આવેલ છે અને ઓવર લોડ કામ કે પછી અન્ય કોઈ કારણોસર તે બીમાર પડે તો તેની સારવાર ઘોડા ડોકટર દ્વારા કરવામાં આવે છે. આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી. કેમ કે, ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટર દ્વારા લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવે જ છે તે હક્કિત છે. જેથી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર તાલુકના સરતાનપર રોડ ઉપર આવેલા ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટરોને પકડવા માટે બાલાજી હોસ્પિટલ, ઓમ દવખાનું અને ક્રિષ્ના કલીનીક નામના દવાખાનામાં રેડ કરવામાં આવી હતી. ત્યારે ઢુવા પીએચસીના મેડીકલ ઓફિસર ટી.એ.સેરશીયાને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને આ ત્રણેય જગ્યાએથી ડીગ્રી વગરના ચાર ડોકટરો મળી આવ્યા હતા.

Previous articleઆશાબહેન ભાજપમાં જોડાશે
Next articleમહેસાણા, પાટણ, હિંમતનગર, પાલનપુરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન