હાઇકોર્ટનું કડક વલણ, સોમવાર સુધી ૨૩ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવા આદેશ

668

સ્વાઇફ્‌લૂ મામલે ગુજરાત હાઇકોર્ટે મંગળવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં રાજ્ય સરકારે ૨૩ જિલ્લામાં સોમવાર સુધી આઇસોલેશન વોર્ડ શરૂ કરે. હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે આવતીકાલ સુધીમાં શું સુવિધા આપવામાં આવી છે તેની પ્રાથમિક માહિતી રજૂ કરવા જણાવ્યું છે.

મંગળવારે હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે સ્વાઇનફ્‌લૂને ડામવા માટે સરકારે શું કામગીરી કરી છે તેનો અહેવાલ સુપ્રત કરવામાં આવે. વધુમાં સિવિલ હૉસ્પિટલમં ક્યા ક્યા ઉપકરણો છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવી રહી છે, તેની પણ માહિતી આપવામાં આવે. હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલોને ફક્ત કમાણી કરવામાં જ રસ છે.

હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કરેલી કામગીરીની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના સ્વાસ્થ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું, “વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધીમાં ૫૫૯ કેસ ૫૫ કેસમાં ૩.૫૭ ટકા મરણ છે. સ્વાઇફ્‌લૂની બિમારીમાં અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ છે, જે એક વિક સુધી હજુ ચાલે તેવી આશંકા છે, અને આ એક વિક સુધી હજુ મરણાંકનો આંકડો જોવા મળી શકે છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “રાજ્યમાં રોજ ૮૫ થી ૯૦ નવા કેસ નોંધાઈ રહ્યાં છે. સારવાર માટે સરકારે બધી વ્યવસ્થા કરી છે. આપણે ત્યાં સ્વાઇનફ્‌લૂની દવા ટેમિફ્‌લૂનો પૂરતો જથ્થો છે. દવાના ૭૫ મિલિગ્રામના ૯,૫૨,૦૦૦ સેમ્પલ છે, અને ૩૦ મિલિગ્રામના પણ પૂરતા સેમ્પલ છે. રાજ્યમાં જેટલા આઇસોલેશન વોર્ડ છે તેમાં ૪૯૦ બેડ છે જે ૧૫૦૦ સુધી વધારી શકાય તેમ છે. ગઈકાલે દિલ્હીના આરોગ્ય સચિવની ટીમ સાથે રિવ્યૂ મિટિંગ થઈ હતી અને હજુ પણ સરકારની ટીમ દરેક સેન્ટર પર જઈને ટ્રેનિંગ, રિવ્યૂનું કામ કરી રહી છે.

જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે કેસ સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે મરણાંક સૌરાષ્ટ્રમાં વધારે છે. આ સ્વાઇન ફ્‌લૂ વખતે ૧૦૦.૫ ડિગ્રીથી વધું તાવ ચડી જાય ત્યારે તેમને મીફ્‌લૂ ગોળી આપવામાં આવે તો અસરકારતા ઘણી સારી હોય છે. ઘણા મૃત્યુમાં સારવારમાં રાહ જોવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે. ૪૮ કલાક પછી ૧૦૦.૫ વધારે હોય તો ટેમીફ્‌લૂની અસર ઘટી જાય છે. ”

Previous articleવાઘ હોવાની વન વિભાગની પુષ્ટિ  જંગલમાં ન જવા લોકોને અપીલ
Next articleએપીએમ ટર્મિનલ્સ પિપાવવે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પરર મિલીયનનો ચોખ્ખો નફો જાહેર