એપીએમ ટર્મિનલ્સ પિપાવવે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પરર મિલીયનનો ચોખ્ખો નફો જાહેર

610

એપીએમ ટર્નિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટે૯)એ ૩૧ ડિસેમ્બરના રોજ પુર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા. પરર મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળમાં રૂા. પ૦૦ મિલિયન હતો. સમીક્ષાના ગાળામાં કામગીરીમાંથી આવક રૂા. ૧,૭૪૭ કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ત્રીજ ત્રિમાસિક ગાળામાં રૂા. ૧,૬ર૭ કરોડ હતી. ત્રિમાસિક ગાળા માટે ઈબડટા રૂા. ૯૮૭ મિલિયન હતી.

જે ગયા વર્ષના સમા ગાળામાં રૂા. ૯૪૭ મિલિયન હતી.

નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઈબડટા માર્જીન પ૭ ટકા હતું.

જે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ૮ ટકા હતું. સમીક્ષાના ગાળામાં કન્ટેઈનર કાર્ગોનો બિઝનેસ અંદાજે રપ૧કે ટીઈયુએસ, બ્લક બિઝન્સ ૦.૩૩ એમએમટલી અને લિકિવડ બિઝનેસ અંદાજે ૦૧પ એમએમટી હતો. સમીક્ષાના ગાળામાં રોરો બિઝનેસ અંદાજે ર૦ કે કારનો હતો.

આ પરિણામો વિષે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર કેલ્ડ પેડરસેને કહ્યું હતું કે કંપનીએ કન્ટેઈનર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૪પ ટકાની વૃદ્ધિ કરી છે, જે એક્ઝિમ, ટ્રાન્સશિપમેન્ટ અને કોસ્ટલ વોલ્યુમનું ઉચું મિશ્રણ હતું.

રપ૧કે ટીઈયુએસ સાથે કંપનીએ કન્ટેઈનર વોલ્યુમાં કોઈપણ ત્રિમાસિક ગાળામાં સૌથી ઉચું વોલ્યુમ નોંધાવ્યું છે. હું અમારા વિશ્વાસ મુકવા બદલ અમારા ગ્રાહકોનો આભારી છું અને મને ખાતરી છે કે, કંપની પોર્ટ સર્વિસમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા પ્રયાસો જાળવી રાખશે.

Previous articleહાઇકોર્ટનું કડક વલણ, સોમવાર સુધી ૨૩ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવા આદેશ
Next articleઝુડિયોએ ભાવનગરમાં એકસક્લૂઝિવ સ્ટોર ખોલ્યો